ઝાંઝરડા રોડ પરની ઓફિસમાં ચાર શખ્સો દારૂની મહેફીલ માણતા હતા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઝાંઝરડા રોડ પર આવેલ દાસારામ કોમ્પ્લેક્સમાં બજાજ ફાઇનાન્સની ઓફિસમાં દારૂની મેહફીલ ચાલી રહી હોવાની બાતમી પોલીસને મળતા બી.ડીવિઝન પોલીસ ત્રાટકી હતી અને દારૂની મેહફીલ માનતા ફાઇનાન્સ કંપનીના કર્મચારી પિયુષ ભાણજી મારુ રહે.કણઝા ગામ, ધવલ રાજુ નંદાણીયા રહે.ખડીયા, રાજુલ કિશોરભાઈ વ્યાસ રહે.જૂનાગઢ, મહેન્દ્ર રાજશીભાઈ વાઢીયા રહે,ઉપેલેટા વાળાને દારૂની મેહફીલ માણતા ઝડપી પાડવામાં આવ્યા હતા જયારે જૂનાગઢનો નિલેશ ચાવડા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો પોલીસે ફાઇનાન્સ ઓફિસમાં દારૂની મેહફીલમાં રંગમાં ભંગ પાડયો હતો રેઇડ દરમિયાન પોલીસે ઓફિસ માંથી 500 એમએલ ઈંગ્લીશ દારૂની બોટલ અને બાઇટિંગ કબ્જે કરીને બી.ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.