-અમેરિકામાં 660 બાળકોના સંશોધનમાં ખુલાસો
એક અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો છે કે વધુ શબ્દ જાણનારા બાળકોમાં નવી શબ્દાવલી શીખવાની પ્રવૃતિ વધુ હોય છે. સંશોધનમાં જાણવા મળ્યુ કે શા માટે કેટલાંક બાળકો શબ્દો શીખવામાં અને જાણવામાં વધુ સમય લગાવી દે છે.
- Advertisement -
અધ્યયનમાં જાણવા મળ્યુ કે, જે બાળકો વધુ શબ્દો જાણે છે તેઓ નવા શબ્દાવલી બનાવતી વખતે ઝડપથી વસ્તુઓ તરફ જુએ છે.જયારે ઓછા શબ્દો જાણનારા બાળકોએ વસ્તુઓની આગળ-પાછળ જોયુ અને વધુ સમય લીધો હતો.
આ સંશોધન યુનિવર્સીટી ઓફ ઈસ્ટ એન્જેલીયા ડરહમ વિશ્વ વિદ્યાલયે કર્યું છે. સંશોધક ડો.લેરીસા સેમ્યુઅલસન જણાવે છે કે સામાન્ય રીતે જેવુ કોઈ બાળક બે વર્ષનું થાય ત્યારે તે નવા શબ્દો અને વસ્તુઓના બારામાં જાણવાને લઈને વધુ ઉત્સુક રહે છે. તે સૌથી પહેલા વસ્તુને જુએ છે અને બાદમાં તેને જાણવાનું કુતુહુલ જાગે છે.
સ્પર્શથી ઓળખવાની કોશિશ
અધ્યયનમાં 17 થી 31 મહિનાના 660 બાળકોને સામેલ કરાયા હતા. ત્રણ માસ ચાલેલા આ સંશોધનમાં સાધારણ રમતથી જાણવાની કોશીશ કરાઈ હતી કે બાળકો નવા શબ્દો શીખવામાં વાર કેમ લગાડે છે. સંશોધનમાં ખબર પડી કે બાળકો વસ્તુને જોઈને અને સ્પર્શ કરીને નવા-નવા શબ્દો જાણે છે.