TRP સ્કેમ અને બોલિવૂડનો કેસ: ‘ભુંગળાવાળાની ભવાઈ’ની વિશ્વસનિયતાની કબર પર છેલ્લો પણ તોતિંગ ખિલ્લો
TRP સ્કેમમાં કંઈ નવું નથી, બધાં બધું જાણે જ છે, આ તો…
સોશિયલ મીડિયા કૉર્નર – Dt.18-10-2020
પરખ ભટ્ટ (૧) અંધેરા કાયમ રહે! મુંબઈમાં ટાટા પાવરનીઇનકમિંગ સપ્લાય ફેઇલ જતાંની સાથે માયાનગરીમાં અંધારપટ છવાઈ ગયો. સેન્ટ્રલ, નૉર્થ અને સાઉથ મુંબઈના ઘણા વિસ્તારોમાં મલ્ટિપલ ટ્રિપિંગના સમાચારો સામે આવ્યા. દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ગુલ થતાંની સાથે જ આ ઘટના ગણતરીની મિનિટોમાં ટ્રેન્ડ થવા લાગી. કેટલાય પૈસાદાર નબીરાઓએ તો પોતાની જિંદગીમાં ક્યારેય ‘વીજળી ગુલ’નો અનુભવ નહોતો કર્યો, એ ઘાંઘા થઈને સોશિયલ મીડિયા પર મુજરો કરવા લાગ્યા! એમને કોણ સમજાવવા જાય કે પોણાભાગનું ભારત પાવર-કટનો છાશવારે અનુભવ કરતું રહે છે. કૉવિડ-હોસ્પિટલ્સ બેક-અપ ઇલેક્ટ્રિસિટી પર ચાલી. ૩૮૦ મેગાવોટનો પાવર-સપ્લાય ફરી નિયમિત કરવા માટે ઇલેક્ટ્રિસિટી બૉર્ડને બે કલાકનો સમય લાગ્યો. (૨) ટીઆરપીનો તાયફો કોઈ પણ ટીવી ચેનલની સફળતાનો માપદંડ એટલે ‘ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ (ટીઆરપી)’! મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ત્રણ ચેનલો વિરૂદ્ધ ટીઆરપી ફ્રોડની જાહેરાત કરી, જેમાં અર્ણબ ગોસ્વામીની ‘રિપબ્લિક ભારત’ સહિત અન્ય બે ચેનલ્સ ‘ફક્ત મરાઠી’ અને ‘બૉક્સ ઑફિસ’નો પણ સમાવેશ થતો હતો. વીજળીવેગે આ સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. અર્ણબ ગોસ્વામી પર આરોપ હતો કે એમની ન્યુઝ ચેનલ ‘રિપબ્લિક ભારત’ દ્વારા ઑડિયન્સને ૪૦૦-૫૦૦ રૂપિયા આપીને એમની ચેનલ જોવા માટે મજબૂર કરવામાં આવ્યા છે, જેના લીધે એમની ટીઆરપીમાં જબરો ઉછાળો નોંધવા મળ્યો છે. મૂળતઃ તો ઉદ્ધવ સરકાર હવે અર્ણબ ગોસ્વામીથી ત્રાસી ગઈ છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં જે રીતે અર્ણબ ગોસ્વામી અને કંગના રનૌતે ભેગા મળીને સંજય રાઉત, આદિત્ય ઠાકરે અને શિવસેનાની ઇજ્જત પર આરોપો ઉછાળ્યા છે, એનાથી ઉદ્ધવ ઠાકરે બરાબર ખફા થયા છે. (૩) ખોખલા સેક્યુલારિઝમનો ખેલ! ટાટા તનિષ્કે આવી રહેલાં તહેવારો નિમિત્તે એક એડવર્ટાઇઝમેન્ટ બનાવી, જેમાં હિન્દુ ગર્ભવતી પુત્રવધુ માટે તેનો મુસ્લિમ સાસરાપક્ષ ગોદભરાઈની રસમ ગોઠવે છે. આ એડ ઑન-એર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ‘બોયકોટ્ટ તનિષ્ક’ હેશટેગ ટ્રેન્ડ કરવા માંડ્યુ. યુઝર્સનું કહેવું હતું કે મુસ્લિમ પરિવારમાં પરણીને ગયેલી હિન્દુ ગર્ભવતી સ્ત્રીને બદલે હિન્દુ પરિવારમાં પરણીને ગયેલી મુસ્લિમ પુત્રવધુ કેમ નથી દર્શાવતાં? વાત પણ સાચી. દાયકાઓથી સેક્યુલારિઝમના નામે ટીવી-ફિલ્મોમાં કેટકેટલું પધરાવવામાં આવે છે, જેની આપણને જાણ સુદ્ધાં નથી. યુઝર્સનું કહેવું હતું કે સમ ખાવા ખાતર એક વખત તો ચિત્ર પલટાવી જુઓ! ઇસ્લામ ધર્મના અનુયાયીઓ શું એ બદલાયેલા ચિત્રને સેક્યુલર ગણીને પચાવી શકવા સક્ષમ હશે? ભૂતકાળ તપાસીએ તો, આનો જવાબ ‘ના’ મળે છે. (૪) એપલનું નવું નજરાણું! દર વર્ષે ‘એપલ પાર્ક’માં યોજાતી ઇવેન્ટની સોશિયલ મીડિયા યુઝર્સ અને ટેક્નો-ચાહકો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. આજ વખતે કોરોનાકાળને લીધે સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી મૂળ એપલ ઇવેન્ટમાં નવા આઇફોન લૉન્ચ કરવામાં નહોતાં આવ્યા. પરંતુ ૧૩મી ઑક્ટોબરે એપલે આખા વિશ્વના સૌથી પ્રિય એવા નવાનક્કોર આઇફોન-૧૨ના ચાર મૉડેલ્સ લૉન્ચ કર્યા. આઇફોન ૧૨, આઇફોન ૧૨ મિની, આઇફોન ૧૨ પ્રો, આઇફોન ૧૨ પ્રો મેક્સ! પહેલીવહેલી વખત કોઈ ફોનમાં 5જી કનેક્ટિવિટી આપવામાં આવી છે. જોકે, ભારતમાં હજુ 5જીના પ્રવેશને એકાદ-બે વર્ષની વાર છે. પરંતુ એ સિવાય પણ આઇફોન ૧૨ના ઘણા ફીચર્સ એવા છે, જેણે ચાહકોમાં ક્રેઝ ફેલાવ્યો છે. અલગ અલગ સ્ક્રીન સાઇઝ, જબરદસ્ત ફોટો કેમેરા, ડોલ્બી વીડિયો વિઝન, મેગ્સેફ સહિતની પુષ્કળ સગવડો ઉપરાંત આજ વખતે એપલે પર્યાવરણના બચાવ માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. એમનો સંકલ્પ છે કે, ૨૦૩૦ની સાલ સુધીમાં એપલની એકપણ પ્રોડક્ટ કાર્બનનું ઉત્સર્જન નહીં કરે.…
નવાઝની સફળતાનું રહસ્ય : દુનિયા લાસ્ટ પર્ફોર્મન્સ યાદ રાખે છે, પાસ્ટ નહીં!
જો તમે આગળનું દરેક પાત્ર કે પર્ફોર્મન્સ ભૂલીને નવાની તૈયારી કરે રાખશો…
વિડીયો કોલમાં મેં એને બીજા પુરુષ સાથે કામક્રિડા કરતી જોઇ
છ મહિનામાં તેણે મારા લાખો રૂપિયા પડાવી લીધા એક સ્ત્રી તરફ આકર્ષાઇને…
માણસ જે ધારે તે કરી શકે…
એણે નક્કી કર્યું કે મારે હવે આ હોશિયાર વિદ્યાર્થીને બુદ્ધિ-બળથી હરાવવો છે.…
જીવનમાં સ્વાસ્થ્ય સિવાયના ક્ષેત્રોમાં પણ કોરોના બન્યો ગેમચેન્જર
રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ જણાવ્યું તેમની જીવનશૈલી, પારિવારિક તેમજ વ્યવસાયિક જીવનમાં આવ્યા…
સ્પોર્ટ્સ ન્યુટ્રીશન : યોગ્ય આહાર એ દરેક રમતવીર માટે આધારસ્તંભ છે
પૂજા કગથરા યોગ્ય આહારએ દરેક SPORTS Manના SPORTS પર મોટી અસર દેખાડે…
સૌરાષ્ટ્ર યુનિ.નાં પત્રકારત્વ ભવનને બદનામ કરતા પીળા અને પૂર્વગ્રહયુક્ત પત્રકારત્વનો પર્દાફાશ
પત્રકારત્વ ભવનમાં કરાર આધારિત અધ્યાપકની ભરતીની પસંદગી પ્રક્રિયા નિયમ અનુસાર જ થઈ…
ઇતિહાસની સૌથી સાચી નવરાત્રિ આ વર્ષે ઉજવાશે: થેન્કસ ટુ કોરોના
બહેન-દીકરીઓના અંગ પ્રદર્શન અને મર્યાદા-ભંગ કરતા અલ્ટ્રા-મોર્ડન આયોજનો પર પ્રથમવાર એવી પાબંધી…
રાજ્યમાં પ્રાચીન કે અર્વાચીન એમ કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી: માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી થઈ શકશે
વધુમાં વધુ 200 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અને સોશીયલ ડિસ્ટન્સિંગ સહિતની શરતોના પાલન સાથે…


