જૈનિક સિનરે ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવને સીધા સેટમાં હરાવીને ટાઇટલ જીત્યું
ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની મેન્સ સિંગલ્સની ફાઈનલ મેચમાં ઈટાલીના જૈનિક સિનરે જોરદાર જીત સાથે ટાઈટલ પોતાનાં નામે કર્યું છે. ઇટાલીના આ યુવા ટેનિસ ખેલાડી સામે જર્મનીનો એલેક્ઝાન્ડર ઝવેરેવ બિલકુલ ટકી શક્યો નહીં. આ રીતે ફાઈનલ મેચમાં સિનરને સીધા સેટમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની ફાઇનલમાં જીત મેળવી હતી.
- Advertisement -
સિનર અને ઝવેરેવ વચ્ચેની આ ફાઇનલ મેચ 2 કલાક અને 42 મિનિટ ચાલી હતી, જેમાં સિનરનો 6-3, 7-6, 6-4 થી વિજય થયો હતો. છેલ્લાં 13 મહિનામાં ડબલ્યુટીએ રેન્કિંગ નંબર વન જેનિક સિનર માટે આ ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. સિનરે ગયાં વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો. આ રીતે સિનરે સતત બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જાળવી રાખ્યો છે. નંબર-1 ટેનિસ ખેલાડી સિનરે એલેક્ઝાન્ડર ઝવેરેવને હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી. તેને સતત બીજી વખત આ ટાઇટલ જીત્યું. આ સાથે સિનર ત્રણ ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ઈટાલિયન ખેલાડી બની ગયો છે. તેનાં પહેલાં નિકોલા પીટ્રેન્જેલીએ 1959 અને 1960 માં ફ્રેન્ચ ઓપન જીતી હતી.
વર્લ્ડ નંબર-2 ઝ્વેરેવ સિનર સામે નબળો દેખાતો હતો, 27 વર્ષીય ઝવેરેવ પહેલાં સેટમાં ઘણી વખત બેકફૂટ પર જોવા મળ્યો હતો.