ક્રિકેટના ‘બેતાજ બાદશાહ’ એવા ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં ભારતને હરાવીને U19 વર્લ્ડ કપ પોતાને નામે કરી દીધો છે. ઓસ્ટ્રેલિયાએ ચોથી વાર આ ખિતાબ જીત્યો છે.
ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અણનમ રહ્યું છે. ફરી એક વાર કમાલ અને ધમાલ કરતાં ઓસ્ટ્રેલિયાએ આક્રમક ઈનિંગ ખેલીને U19 વર્લ્ડ કપ પોતાને નામે કરી દીધો છે. સાઉથ આફ્રિકાના બેનોનીના વિલમૂર પાર્કમા રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 હરાવીને ચોથી વાર U19 વર્લ્ડ કપ જીતી લીધો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને 253 રન બનાવ્યાં હતા જવાબમાં ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોપ ઓર્ડરમાં ઓપનર આદર્શ સિંઘને બાદ કરતાં બાકીના બેટ્સમેનોનો દેખાવ નિરાશાજનક રહ્યો.
- Advertisement -
2023ના વનડે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું
ઓસ્ટ્રેલિયાએ બીજી વાર વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. 2023ના વનડે વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું અને હવે અંડર 19 વર્લ્ડ કપમાં પણ હરાવ્યું છે. આ સાથે કરોડો ભારતીયનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ તોડી નાખ્યું છે.
કેવી રહી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
- Advertisement -
ઓસ્ટ્રેલિયાની ટીમની શરુઆત સારી રહી નહતી અને તેણે સેમ કોન્સ્ટાસની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. કોન્સ્ટન્સ ખાતું ખોલાવ્યા વિના જ રાજ લિંબાનીનો શિકાર બન્યો હતો. આ પછી કેપ્ટન હ્યુજ વેગબેન અને હેરી ડિક્સને 78 રનની ભાગીદારી કરતાં ઈનિંગને સંભાળી લીધી હતી. નમન તિવારીએ આ બંનેને આઉટ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં ત્રણ વિકેટ પડી હતી, જ્યાંથી ભારતીય મૂળના ખેલાડીઓ હરજસ સિંહે અને રાયન હિક્સે મળીને 66 રન જોડયા હતા. હિક્સને ઝડપી બોલર રાજ લિંબાનીએ આઉટ કર્યો હતો. આ સાથે જ હરજસ સિંહ સ્પિનર સૌમી પાંડેનો શિકાર બન્યો હતો. રફ મેકમિલન પણ કંઇ ખાસ કરી શક્યો ન હતો અને તેને મુશીર ખાને વોક કર્યો હતો. અહીંથી ઓલિવર પીકે અણનમ 46 રન ફટકારતાં ઓસ્ટ્રેલિયાને 250ને પાર પહોંચાડયું હતું.
The #BoysInBlue remain unchanged for the #U19WorldCup Final 👌👌
Follow the match ▶️ https://t.co/RytU4cGJLu#TeamIndia | #INDvAUS pic.twitter.com/ufvUySMORH
— BCCI (@BCCI) February 11, 2024
અંડર-19માં વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ચોથી જીત
ઓસ્ટ્રેલિયાએ ચોથી વાર અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે. તેણે 1998, 2002 અને 2010 અને 2024ની સિઝનમાં આ ખિતાબ જીત્યો છે. તે ફાઇનલમાં બે વાર હારી ચૂક્યો છે. આ બંને વખત ભારતીય ટીમે કાંગારુઓને હરાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાને બે, જ્યારે બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડે એક-એક વખત જીત મેળવી હતી.
ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ
ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. 2000, 2008, 2012, 2018 અને 2022માં ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ પર કબજો જમાવ્યો હતો. આ સિવાય ભારત વર્ષ 2016 અને 2020માં રનર્સ અપ રહ્યું છે.