નવા કોર્ટ બિલ્ડિંગમાં ચાલતા ટેબલ વિવાદ મુદ્દે વધુ ગુંચવણો થવાની શકયતા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં નવી કોર્ટના નિર્માણ પછી આ બિલ્ડીંગમાં વકીલોને બેસવા ટેબલ મુકવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ગઈકાલે ડીસ્ટ્રીકટ જજે ત્રણ જજ અને સાત વકીલો સાથેની એક કમીટીની રચના કરી હતી જેમાં આજે બે વકિલોએ રાજીનામા આપી દીધા છે.
ગઈકાલે ડીસ્ટ્રીકટ જજે સમીતીની રચના કરી હતી જેમાં એડી. ડીસ્ટ્રીકટ જજ જે.ડી.સુથાર, છઠ્ઠા એડી. ડીસ્ટ્રીકટ જજ એસ.વી.શર્મા, નવમાં એડી. ડીસ્ટ્રીકટ જજ બી.બી.જાદવ ઉપરાંત ત્રણ સીનીયર એડવોકેટ અનિલભાઈ દેસાઈ, સંજયભાઈ વ્યાસ અને પરેશભાઈ મારૂૂ તેમજ એ.કે.જોશી અને મદદનીશ સરકારી વકીલો કે.બી.ડોડીયા, દિલીપ મહેતા અને અતુલ જોશીની સભ્યો તરીકે નિમણુંક કરી હતી. બાર એસો.ના સૂત્રોએ જણાવ્યું કે આ સમીતીની રચના કરતા પહેલા ડીસ્ટ્રીકટ જજે બાર એસો. સાથે કોઈપણ પ્રકારની ચર્ચા વિચારણા કરી ન હતી.
- Advertisement -
આ સમીતીની રચના બાદ પોતાના અંગત કારણો અને વ્યવસાયિક વ્યસ્તતાનું કારણ આપી સરકારી મદદનીશ વકીલ દિલીપભાઈ મહેતા અને અતુલભાઈ જોષીએ સમીતીમાંથી રાજીનામુ ધરી દીધુ છે.
બાર એસો.ના સૂત્રોએ જણાવ્યું કે વકીલોને ટેબલ ફાળવણી, બાર એસો.માં રહેલ ઝેરોક્ષ મશીન, સ્ટેમ્પ વેન્ડર, બોન્ડ રાઈટર તેમજ પોસ્ટઓફિસ, એટીએમ, કેન્ટીન, પાર્ટીસન દરવાજા વગેરે મુદે ઉકેલ લાવવા સીનીયર એડવોકેટ લલીતસિંહ શાહી, અનિલભાઈ દેસાઈ, પિયુષભાઈ શાહ, દિલીપભાઈ પટેલ, સંજયભાઈ વ્યાસ, ગિરીશભાઈ ભટ્ટ, આર.એમ.વારોતરીયા, મહર્ષિભાઈ પંડયા, શ્ર્યામલભાઈ સોનપાલ, જે.એફ.રાણા, યોગેશભાઈ ઉદાણી, ગીરીરાજસિંહ જાડેજા અને પરેશભાઈ મારૂૂની નિમણુંક કરી સમીતી બનાવાઈ છે. વકીલોએ મુદે ઉકેલ ન આવે તો સોમવારે હડતાળ અને લોકઅદાલત બહિષ્કારની ચીમકી આપી છે.
નવા કોર્ટ બિલ્ડિંગમાં બાર એસો.ને રૂમ ન ફાળવાતા વકીલોએ ઉભા-ઉભા અસાધારણ સભા કરી
- Advertisement -
રાજકોટ જિલ્લા ન્યાયાલય ખાતે વકીલોએ નવતર વિરોધ કર્યો હતો. નવા કોર્ટ બિલ્ડીંગમાં બાર એસો.ને રૂમ ન ફાળવાતા વકીલોની ઉભા-ઉભા અસાધારણ સભા મળી હતી. આ પહેલાની રજુઆતો બાદ પણ સમસ્યા ન ઉકેલાતા સત્તાધીશોનું ધ્યાન દોરવા વિરોધ પ્રગટ કરાયો હતો જેમાં સિનિયર જુનિયર વકીલો જોડાયા હતા. વકીલ સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ બાર એસો. ની મીટીંગ મળેલ હતી. જેમાં બાર એસોસીએશનને કોઈ રૂમ ફાળવેલ ના હોય તેથી ઊભા ઊભા જનરલ બોર્ડની મીટીંગ કરી અને સત્તાધીશનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં વિવિધ ઠરાવો કર્યા હતા અને આ ઠરાવવામાં જાણવા મુજબ સેશન્સ જજ ને રજૂઆત કરવી આ રજૂઆતનો પરિણામ ન આવે તો અને માંગણીઓ મંજૂર ન કરે તો તા.4/3/20224 ના રોજ રાજકોટના વકીલો એક દિવસથી પ્રતિક હડતાલ રાખશે. અને બીજા દિવસે લોક અદાલતનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનું રાજકોટ બાર એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ બધા સર્વાનુ મતે વકીલોએ ઠરાવને અનુમતિ આપેલ હતી.