ઈરાન-અમેરિકા યુદ્ધનો 15મો દિવસ
સાઉદી અરેબિયામાં અમેરિકાને મોટો ફટકો: ઈરાનના હુમલામાં એરફોર્સના 5 ટેન્કર વિમાનો નષ્ટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી ધ્લ્હિી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 15મો દિવસ છે. આ દરમિયાન, ઈરાનના સેના પ્રમુખ અમીર હાતમીએ જણાવ્યું છે કે હિન્દ મહાસાગરમાં ઈરાનના વોર શિપ પર અમેરિકાના હુમલાનો બદલો જરુરથી લેવામાં આવશે. આ હુમલામાં ઈરાનના વોર શિપ ઈંછઈંજ ડેના પર નેવીના 104 જવાનો માર્યા ગયા હતા.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઈંછગઅ મુજબ, જહાજ ભારતમાં ખઈંકઅગ2026 નૌકાદળ સૈન્ય અભ્યાસ પૂર્ણ કરીને હિન્દ મહાસાગરથી ઈરાન પરત ફરી રહ્યું હતું ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે જહાજ કોઈપણ યુદ્ધમાં સામેલ નહોતું.
ઈરાની વોર શિપ ઈંછઈંજ ડેના પર હુમલો 4 માર્ચ, 2026ના રોજ સવારે થયો હતો. આ હુમલો શ્રીલંકાના ગાલે શહેર નજીક હિન્દ મહાસાગરમાં થયો હતો.
શનિવારે નેધરલેન્ડ્સની રાજધાની એમ્સ્ટર્ડમના એક રહેણાંક વિસ્તારમાં આવેલી એક યહૂદી સ્કૂલ પાસે મોટો વિસ્ફોટ થયો હતો. શહેરના મેયર ફેમકે હલસેમાએ આ ઘટનાને “યહૂદી સમુદાય સામે ઇરાદાપૂર્વકનો હુમલો” ગણાવી હતી. હુમલા બાદ, સમગ્ર શહેરમાં સુરક્ષા અને સતર્કતા વધારી દેવામાં આવી છે.
ગાઝાના ઉગ્રવાદી સંગઠન હમાસે કહ્યું કે ઇરાનને અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓનો જવાબ આપવાનો અધિકાર છે. જોકે હમાસે એ પણ અપીલ કરી છે કે ઈરાન પડોશી દેશોને નિશાન ન બનાવે અને વિસ્તારના તમામ દેશો મળીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરે, જેથી ભાઈચારો જળવાઈ રહે.
આ દરમિયાન ઇરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકી દૂતાવાસ પર આજે મિસાઈલ હુમલો થયો છે. દૂતાવાસ પરિસરની અંદર બનેલા હેલિપેડ પર એક મિસાઈલ આવીને પડી.
સાઉદી અરેબિયાના એક એરબેઝ પર ઉભેલા અમેરિકી એરફોર્સના 5 વિમાનો નષ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, આ ઇંધણ ભરવાના ટેન્કર વિમાનો હતા અને તેમને ઇરાનના હુમલાથી નુકસાન થયું છે.
32 લાખ નાગરિકોએ ઈરાન છોડ્યું!
- Advertisement -
ઈરાન પરના હુમલા બાદ, સમગ્ર પ્રદેશમાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ઞગઇંઈછ મુજબ અત્યાર સુધીમાં આશરે 32 લાખ લોકો ઈરાનમાં પોતાના ઘર છોડીને ચાલ્યા ગયા છે. આમાંથી મોટાભાગના લોકો તેહરાન અને અન્ય મોટા શહેરોમાંથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં જઈ રહ્યા છે. લેબનાનમાં, બગડતી પરિસ્થિતિને કારણે 822,000થી વધુ લોકોએ પોતાને વિસ્થાપિત તરીકે નોંધાવ્યા છે. ઉપરાંત સીરિયામાં પણ લોકોનું આવવાનું ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લેબનાનથી 78 હજારથી વધુ લોકો સીરિયા પહોંચ્યા છે. આ દરમિયાન, સેકટ શરૂ થયું ત્યારબાદથી આશરે 24,800 લોકો ઈરાનથી અફઘાનિસ્તાન પહોંચ્યા છે.



