જમીન પચાવી પાડવા પરિવારના ત્રણ સભ્યો પર હુમલો
ઘાયલ લોકોને જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા
- Advertisement -
પોલીસની કામગીરી સામે ઢીલી નીતિનો પરિવારનો આક્ષેપ
ખાસ ખબર સંવાદદાતા
ગિર-સોમનાથ જિલ્લાનાં તાલાલા તાલુકાનાં માલજીંજવા ગામે જમીન પચાવી પાડવાનાં ઇરાદા સાથે માલજીંજવા ગામે ગુંડારાજ પોલીસની ઢીલી નિતીથી યુપી-બિહાર જેવા દ્વશ્યો સર્જાયા. જમીન પચાવી પાડવા કુંટુબીક ભાઇએ ભગવાન વિક્રમ સોલંકી સહિત પરિવારની બે મહિલા સહિત ત્રણ સભ્યો પર હુમલાની ઘટના સામે આવી. માલજીંજવા ગામે ધોકા અને લાકડી વડે તૂટી પડતા ભગવાન સોલંકી, સોનાબેન ભગવાન સોલંકી અને જીવતીબેન ભગવાન સોલંકીને વેરાવળ બાદ જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. ભગવાનભાઇ સોલંકીના પુત્રના જણાવ્યા મુજબ અમારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડવાનો આરોપ અરવિંદ નારણ સોલંકી, ગોપાલ નારણ સોલંકી, નારણ વિક્રમ સોલંકી સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે તેનો પોલીસ પર એવો આક્ષેપ છે કે, પોલીસની ઢીલી નિતીના કારણે અમારી ઉપર હુમલા થઇ રહ્યા છે. અમારી જમીન પચાવી પાડવાનાં ઇરાદાથી અમારા પરિવાર ઉપર હુમલો કરી અને જમીન છોડી દેવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આજે અમારે જવુ તો કયાં જવુ પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી છે. પરંતુ સામે અમારા કૌટુંબીક ભાઇઓ અન્યનો સહારો લઇને અમારા પરિવાર ઉપર હુમલા કરી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. નિલેશ ભગવાન સોલંકીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અમારૂ મકાન પર કબ્જો કરી લીધો છે. તેની સાથે ખેતીની જમીન પર પણ કબ્જો અમારી માલજીંજવા ગામે આવેલ જમીનનો રસ્તો બ્લોક કરી દીધો છે. હાલ અમારો પરિવાર જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.
ગંભીર ગુનો નથી: તાલાલા PSI
તાલાલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ મારૂ સાથેની વાતચીતમાં જણાવતા કહ્યુ હતુ કે, કૌટુંબીક ભાઇઓમાં ઝઘડો થયો હતો. એવો કોઇ ગંભીર ગુનો નથી સામાન્ય છે અને ઇજાઓ પણ નોરમલ છે.
- Advertisement -
પોલીસની ઢીલી નીતિ
તાલાલા તાલુકાનાં માલજીંજવા ગામે જમીન પચાવી પાડવાના વરવા દ્વશ્યો સર્જાયા છતાં પોલીસ સામાન્ય ગુનો અને સામાન્ય ઇજાનું થઇ હોવાનું જણાવી રહી છે. તો શું પોલીસ હજુ મોટો ગુન્હો બને અને વધુ ઇજા થાય તેની રાહ જોઇ રહી છે. ?
હુમલાનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…