સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય અને કલેક્ટર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ ઊમરેઠી હિરણ ડેમના હેઠવાસ ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રૂ. 81.50 લાખના ખર્ચે નવનિર્મિત થનાર ગાર્ડન સહિતના ત્રિવિધ કામોનું આજે સવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ખાતમુહૂર્તના ત્રિવિધ કાર્યોમાં રૂ.42.48 લાખના ખર્ચે હિરણ-2 ડેમની પાસે ડેવલપમેન્ટ ઓફ ગાર્ડન એન્ડ પ્રી પ્લાન્ટેશન વર્ક ફોર એન્વાયર્ન્મેન્ટલ પ્રોટેક્શનની કામગીરી, રૂ.22.32 લાખના ખર્ચે કોડિદ્રા ગામે સ્મશાનની બાજુમાં ચેકડેમ કમ પ્રોટેક્સન વોલ અને રૂ.16.50 લાખના ખર્ચે સીલોજ ચેકડેમ કમ કોઝ-વે અને પ્રા. શાળાના રક્ષણ માટે પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.
- Advertisement -
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ વિસ્તારમાં પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન હેઠળ જનસુખાકારીના અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. અહીં નવનિર્મિત થનાર ગાર્ડનના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ચોમાસામાં જ્યારે ડેમ ઓવરફ્લો થશે ત્યારે એક અદભૂત સુંદર નજારો નાગરિકોને જોવા મળશે. સ્થાનિક લોકો સાથે પ્રવાસીઓ પણ આ મનોરમ્ય સ્થળની મુલાકાત લઈ આનંદ માણે એવા હેતુસર આ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ કહી કલેક્ટરએ ગાર્ડનના નિર્માણ પછી યોગ્ય જાળવણી થાય એ પણ જોવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હિરણ ડેમના નીચાણવાળા વિસ્તારમાં 4,510 સ્ક્વેર મીટરના ગાર્ડન વિકસાવવામાં આવશે. જેમાં ચંપો, ગુલમહોર, કેસૂડો, ગુલાબી ચંપો જેવા વૃક્ષ ઉછેર સહિત 1 ગઝીબો, 267 સ્ક્વેર મીટરના બે લોન ગાર્ડન, એક લોન માઉન્ટ, 600 સ્ક્વેર મીટરનો કિડ્સ પ્લે એરિયા, 25 ફૂટ પહોળા રોડ, બેઠક વ્યવસ્થા, વિવિધ જાતના સ્કલ્પચર્સ, 544 સ્કવેર મીટર પામ ગાર્ડન સહિત 3042 સ્કવેર મીટરમાં મિયાવાકી ફોરેસ્ટ વિકસાવવામાંઆવશે.