કેશોદ તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા ઘણા સમયથી વિવિધ લક્ષી પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાને ના લેવાયેલા મુદ્દાઓને લઈ ભારતીય કિસાન સંઘના મંત્રી હરિભાઈ મેનપરાના અધ્યક્ષતામાં કેશોદ મામલતદારને આવેદન આપવામાં આવ્યું જેમાં ખેડૂતોની ઉપજની ટેકાના ભાવે ખરીદી કરવી કિશાન સૂર્યોદય યોજના બંધ કરેલ જેને ફરી શરૂ કરવા અનુરોધ હાલ માવઠા કોરોના અને અન્ય વાતાવરણના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે ત્યારે ખાતર દવાઓના ભાવ વધારા કરવામાં આવ્યા છે તે ફરી ખેંચવામાં આવે નવા વીજ જોડાણોમાં મીટર ફરજીયાત ના આપવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા ઓન લાઇન અરજી ઓ મંગાવવામાં આવેછે જે ડ્રો સિસ્ટમથી ઘટકો અપાય છે જેમાં બાકી રહેતા ખેડૂતોની અરજીઓ વેઇટિંગમાં રાખવી જેથી ફરી વખત તેમને પણ લાભ મળી શકે ખેતીવાડીની ફેનસિંગ યોજનામાં તમામ ખેડૂતોને સબસીડી આપવી.
- Advertisement -
ડીઝલમાં અસહ્ય ભાવ વધારો જિંકવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને તેમાં સબસીડી યુક્ત ડીઝલ મળે તેવા પ્રબંધ કરવા ખાતેદાર ખેડૂતને ૬૦ વર્ષ બાદ પેન્સન યોજનાનો લાભ આપવો ગુજરાતના ખેડૂતોને ૨૦૧૯-૨૦નું વીમા કવચ સંપૂર્ણ મળેલ નથી તે વહેલી તકે પાક વીમા કવચ તાત્કાલિક ચુકવવામાં આવે તેવો પ્રબંધ કરવો રીસર્વે જમીન માપણી નાબૂદ કરવી અને નાબૂદ કરવામાં નહીં આવે તો આવનારા સમયાંતરે ખેડૂતોના આવા વિવિધ મુદ્દાઓ સાથે આંદોલન ના માર્ગે જવા ફરજ પડશે જે સંપૂર્ણ જવાબદાર ગુજરાત સરકાર રહેશેહઆવા વિવિધ પડતર પ્રશ્નો સાથે કેશોદ ભારતીય કિસાન સંઘ તેમજ કિસાન એકતા સમિતિ તેમજ માનવ અધિકાર પંચના દાસાભાઈ ખાંભલા તેમજ અન્ય સંગઠનો જોડાઈ કેશોદ મામલતદારને આવેદન આપવામાં આવેલ છે આ મુદ્દાઓ કોઈ પણ ફેર બદલાવ નહીં આવે તો ટૂંકા ગાળામાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ પણ આપવામાં આવી હતી.