ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેરમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલયની જયારથી સ્થાપના થઇ છે ત્યારથી ધો.1ના બે વર્ગ હતા અને વર્ગ દીઠ 45 વિદ્યાર્થીની સંખ્યા હતી પરંતુ 2016થી ધો.1નો વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. દિવસેને દિવસે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમીશન માટે વિદ્યાર્થીઓનો ધસારો વધતો જાય છે ત્યારે વર્ગ વધારવાની જગ્યાએ બંધ કરી દઇ કર્મચારીઓના બાળકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્રીયન વિદ્યાલયમાં અંદાજે દર વર્ષે 180થી 200 જેટલી અરજીઓ ધો.1માં એડમીશન માટે આવે છે જેના લીધે એક જ વર્ગ હોય ત્યારે ઘણા બાળકોને અન્યાય થાય છે.
- Advertisement -
આ વર્ષથી કેન્દ્રીય વિદ્યાલયના નવા નિયમ પ્રમાણે વર્ગ સંખ્યા 45થી ઘટાડીને 32ની કરી દેવામાં આવી છે જેથી ઘણા બાળકો એડમિશનથી વંચીત રહી ગયેલ છે. વધુમાં વાલીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે, ધો.10 પછી ફક્ત વિજ્ઞાન પ્રવાહ છે જેથી કરીને આર્ટસ અને કોમર્સ ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને જૂનાગઢમાં સીબીએસસી સ્કુલોની સંખ્યા પણ ઘણી ઓછી હોવાથી ઓપસન મળતો નથી. ત્યારે ધો.1નો વર્ગ જ્યાં સુધી ધો.11માં પહોંચે ત્યારે માત્ર 11થી 1ર જ વિદ્યાર્થી રહે છે જેના લીધે ધો.11 પછી વિદ્યાર્થીઓને ના છુટકે સ્કુલ બદલવી પડે છે.