આઈફોન સ્માર્ટફોન યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ટેક દિગ્ગજ કંપની અને iPhoneની નિર્માતા Appleએ યુઝર્સને સરપ્રાઈઝ આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપની આ મહિનામાં સસ્તો iPhone 17e લોન્ચ કરી શકે છે.
17e એ 16eનું અપગ્રેડ વર્ઝન હશે
- Advertisement -
એપ્પલે અગાઉ પણ સ્માર્ટફોન યુઝર્સને સરપ્રાઈઝ આપીને iPhone SE લોન્ચ કર્યો હતો. ત્યારે iPhone 17eમાં કેટલાક ફેરફાર કર્યા હોવાનું સામે આવ્યું છે. આ વર્ઝન iPhone 16eનું અપગ્રેડ વર્ઝન હોઈ શકે છે. કંપની એવા યુઝર્સ માટે iPhone 17e લાવ્યું છે, જેઓ દર વર્ષે 80-90 હજાર રૂપિયા ખર્ચ કરી શકતા નથી અને આઈફોલ લેવા ઈચ્છે છે. એપ્પલ કંપની જાણે છે કે, ભારત જેવા માર્કેટમાં મિડ-રેન્જ સેગમેન્ટની માંગ સૌથી વધુ છે. અહીંના સ્માર્ટફોન યુઝર્સ પ્રીમિયમ બ્રાન્ડનો ઉપયોગ કરવા ઈચ્છે છે, પરંતુ કિંમત ઓછી હોવી પણ જરૂરી છે.
iPhone 17eની વિશેષતા
અત્યાર સુધીમાં લિક થયેલા રિપોર્ટ મુજબ iPhone 17eમાં iPhone 17નું લેટેસ્ટ A19 ચિપચેટ હોઈ શકે છે. એટલે કે આ ટેકનોલોજીના કારણે તેનું પરફોર્મન્સ દમદાર હશે. ડિઝાઈનની વાત કરીએ તો આ ફોન વધુ એક્સપેરિમેન્ટવાળો નહીં હોય. આશા છે કે, તેનો લુક આઈફોન 16 અથવા આઈફોન 15 જેવો હશે. તેમાં મોટી ડિસ્પ્લે, ફ્લેટ સાઈડ ફ્રેમ અને સિંગલ અથવા ડ્યૂલ કેમેરા સેટઅપ હોઈ શકે છે. આમ તો મુખ્ય સીરિઝના સ્માર્ટફોન અને સસ્તા મોડલમાં તફાવત રહે તે માટે કંપની પોતાના સસ્તા મોડલમાં કેમેરા અને કેટલાક પ્રીમિયમ ફિચર્સ કાપી નાખે છે.
- Advertisement -
એપ્પલ સસ્તામાં આઈફોન કેમ લાવી રહ્યું છે?
આઈફોનના ચાહકોમાં પ્રશ્ન એ છે કે, એપ્પલ સસ્તામાં આઈફોન કેમ લાવી રહ્યું છે? આનું મુખ્ય કારણ એ છે કે, કંપની માત્ર અમેરિકા અને યુરોપ જ નહીં, ભારત જેવા મોટા માર્કેટમાં પણ બ્રાન્ડ વેલ્યૂ ઉભી કરવા માંગે છે. ભારતમાં દર વર્ષે કરોડો સ્માર્ટફોન વેચાય છે, પરંતુ કિંમત વધુ હોવાના કારણે તેમાં આઈફોનનો શેર ઘણો ઓછો છે.
એપ્પલ સિવાય અન્ય બ્રાન્ડના સ્માર્ટફોનની કિંમત ઓછી
Samsung, Xiaomi અને Vivo જેવા બ્રાન્ડ 20થી 40 હજારમાં ખૂબ જ મજબૂત સ્માર્ટફોન આપી રહ્યા છે. આ કંપનીઓના સ્માર્ટફોનમાં સારા કેમેરા, મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ મળી જાય છે. એપ્પલ જાણે છે કે, જો યુઝર્સ એક વખત આઈફોન ઈકોસિસ્ટમમાં આવી જશે તો તેઓ AirPods, Watch અને MacBook પણ ખરીદવાની ઈચ્છા રાખશે.
શું એપ્પલ ખરેખર સસ્તામાં આઈફોન આપશે?
હવે સવાલ એ છે કે, એપ્પલનો iPhone 17e કેટલો સસ્તો હશે? રિપોર્ટ મુજબ, તેની કિંમત રેગ્યુલર iPhone 17થી ઘણી ઓછી હોઈ શકે છે. સંભાવના એવી છે કે, ભારતમાં તેની કિંમત 55-65 હજારની આસપાસ હોઈ શકે છે. જોકે ભારતમાં 50,000 રૂપિયા સુધીના સ્માર્ટફોન સસ્તા કહેવાતા નથી. પરંતુ એપ્પલના સામાન્ય આઈફોન મોંઘા હોવાથી iPhone 17e સસ્તો લાગે છે.




