ફિલ્મ મેકર લીના મણિમેકલઈની ડોક્યૂમેન્ટ્રી મહાકાળીના પોસ્ટર પર વિવાદ સર્જાયો છે. ફિલ્મ મેકરની ધરપકડ કરવા માંગ કરવામાં આવી રહી છે.
2 જૂલાઈએ રિલીઝ આ પોસ્ટરમાં માં મહાકાળીને સિગરેટ પીતા અને હાથમાં LGBTQના ઝંડા માટે બતાવ્યું છે. આ ફિલ્મના પોસ્ટરને કેનેડામાં આયોજિત કરવામાં આવેલા એક પ્રોજેક્ટ અન્ડર ધ ટેન્ટ હેઠળ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ટોરન્ટોને આગા ખાન મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું.
- Advertisement -
આ હોબાળા બાદ હવે કેનેડામાં ભારતીય ઉચ્ચઆયોગે આ મામલે નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને કેનેડામાં હિન્દુ નેતાઓ તરફથી કેટલીક ફરિયાદો મળી છે. ફરિયાદોમાં કહેવામાં આવી રહ્યું છે કે, કેનેડામાં અન્ડર ધ ટેન્ટ પ્રોજેક્ટ હેઠળ એક પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તેમાં હિન્દૂ દેવી-દેવતાઓને અસભ્યતા કરવામાં આવી છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે ટોરન્ટોમાં અમારા કાઉન્સલેટ જનરલે કાર્યક્રમના આયોજનકર્તાઓને અમારી ચિંતાઓ અંગે જણાવ્યું છે. અમે કેટલાક હિન્દુ સમૂહોને પણ માહિતી આપી દીધી છે કે કેનેડામાં હાજર જવાબદારોને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. અમે કેનેડાના અધિકારીઓને અપીલ કરી છે કે તમામ આપત્તિજનક મટિરીયલને તાત્કાલિક હટાવી લેવામાં આવે.
શું છે માં મહાકાળી પોસ્ટર વિવાદ
જણાવી દઇએ કે, ડોક્યૂમેન્ટ્રી ફિલ્મ મહાકાળીના પોસ્ટર ઇન્ડિયન ફિલ્મમેકર લીના મણિમેકલઈએ 2 જૂલાઈએ રિલીઝ કર્યું હતું. ફિલ્મના પોસ્ટરમાં માં મહાકાળીને સિગરેટ પીતા બતાવ્યા છે. એટલું જ નહીં, તેમના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં એલજીબીટી સમુદાયનો સતરંગી ઝંડો બતાવ્યો છે. આ બન્ને વસ્તુઓ પર વિવાદ થઇ રહ્યો છે. યૂઝર લીના મણિમેકલઈની ધરપકડની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ મેકર લીના મણિમેકલઈને લોકો ખરાખોટી સંભળાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #Arrestleenamanimekalai ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, મેકર્સે પોસ્ટરમાં માં મહાકાળીનું અપમાન કર્યું છે.
- Advertisement -
ફિલ્મ મેકરનું આવ્યું નિવેદન
લીનાએ ટ્વિટ કરીને કહ્યું કે, ફિલ્મની આ ઘટનાઓની આસપાસ ઘુમે છે, જે તે સાંજની છે, જ્યારે મહાકાળી પ્રકત થાય છે અને ટોરન્ટોના રોડ પર ફરે છે. જો તમે ફોટો જુઓ છો તો હેશટેગ અરેસ્ટ લીના મણિમેકલઈ ન નાખો હેશ ટેગ લવ યૂ લીના મણિમેકલઈ નાખો. લીનાના આ ક્લેરિફિકેશન છતા સોશિયલ મીડિયા યૂઝર્સની નારાજગી ઓછી નથી થઈ. લોકોએ ફરીથી તેમને આડેહાથ લીધી છે.