By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    1 day ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    1 day ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    1 day ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    1 day ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનિરૂદ્ધસિંહને ત્યાં પોલીસની ધાંધલ ને પોલીસની કમિટીમાં કાંધલ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અનિરૂદ્ધસિંહને ત્યાં પોલીસની ધાંધલ ને પોલીસની કમિટીમાં કાંધલ!
TALK OF THE TOWNરાજકોટ

અનિરૂદ્ધસિંહને ત્યાં પોલીસની ધાંધલ ને પોલીસની કમિટીમાં કાંધલ!

Khaskhabar Editor
Last updated: 2020/08/29 at 11:30 PM
Khaskhabar Editor 6 years ago
Share
8 Min Read
SHARE

શેર માથે સવા શેર થવા ભાજપાની રાજનીતિ

ભાજપના નવનિયુકત પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલે તેમની સૌ-પ્રથમ સૌરાષ્ટ્ર-યાત્રામાં ગોરધનભાઈ ઝડફિયાને જ કેમ સાથે રાખ્યા?

વિસાવદર પછી લેઉઆ પટેલ માટે સેફ ગણાતી ગોંડલની બેઠક પટેલને ફાળવવા આડે જે કંઈ વિઘ્ન છે તેને બા-કાયદા દૂર કરવાની કવાયત

અનિરુદ્ધ નકુમ

Contents
શેર માથે સવા શેર થવા ભાજપાની રાજનીતિભાજપના નવનિયુકત પ્રદેશાધ્યક્ષ સીઆર પાટિલે તેમની સૌ-પ્રથમ સૌરાષ્ટ્ર-યાત્રામાં ગોરધનભાઈ ઝડફિયાને જ કેમ સાથે રાખ્યા?વિસાવદર પછી લેઉઆ પટેલ માટે સેફ ગણાતી ગોંડલની બેઠક પટેલને ફાળવવા આડે જે કંઈ વિઘ્ન છે તેને બા-કાયદા દૂર કરવાની કવાયત

રાજય સરકારનો ધ્યેય ગુનાખોરી-મુકત્ત ગુજરાતનો હોય તે આવકાર્ય ગણાય પણ ધ્યેયનાં ધારા-ધોરણ જુદાં-જુદાં હોવાથી શંકા ઉપજે છે રાજય સરકારે જમીન-જાગિર પચાવી પાડનારાને 14 વર્ષ સુધીની જેલ, જંતરીની કિંમતનો દંડ અને માત્ર 6 મહિનામાં જ કેસનો નિવેડો લાવવા નિર્ણય કર્યોે. આવકારદાયક ગણાય. તે પછી ગઈકાલે (શનિવારે) જૂગાર, સાયબર ક્રાઈમ, નાણા ધિરધાર કરી ગેરકાયદે હપ્તા વસુલી વગેરે સામે પાસાનું શસ્ત્ર મજબુત કરવા પણ નિર્ધાર કર્યોે. આ બન્ને પરિવર્તનો નિ:સંદેહ  પ્રજા-લક્ષી લાગતાં હતાં. રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાની વાડીએ (વર્ષોેથી ચાલતી) જુગારની કલબ પર રાતોરાત રેડ પાડવી અને સુરતના બિલ્ડર પાસેથી કરોડોની ખંડણી ઉઘરાવવાના કેસમાં પણ રીબડાનાં અનિરૂદ્ધસિંહ સામે ગુનો નોંધવાની કાર્યવાહી રાજય સરકારના નિર્ણયને સરાહનીય ઠેરવત ખરા પણ થોડી ખામી રહી ગઈ ! રાજય સરકારે જિલ્લા કક્ષાએ પોલીસ કમ્પલેઈન ઓથોરિટીની પણ ગત તા.23મી ઓગષ્ટ આસપાસ રચના કરી હતી. ઉદેશ જે-તે જિલ્લામાં અસામાજિક તત્વો, પૈસાદારો અને વગદારોના કારણે પીડિત કે અસરગ્રસ્ત લોકોની ફરિયાદ નોંધવામાં પોલીસ આના-કાની કરે તો જે-તે પોલીસથાણાનાં ઈન્ચાર્જ સામે કાર્યવાહી કરી શકાય. આવી જ એક ઓથોરિટી પોરબંદર જિલ્લા માટે પણ રચાઈ છે. અને તેના વડેરા બનાવાયા કુતિયાણાના ધારાસભ્ય અને ભાજપનાં માનનીય સમર્થક કાંધલ સરમણ જાડેજા! બોલો, હવે કંઈ કહેવું છે?

- Advertisement -

કાયદો-વ્યવસ્થાના નામે ધોકા-પછાડી સંવેદનશીલ સરકાર ગુજરાતની રાજનીતિમાં આમૂલ ફેરફાર લાવવા જઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે. રૂપાણી સરકારનું મિશન સફળ થશે કે કેમ તે સમય કહેશે પણ સૌથી વધુ અસર જયાં થવાની છે તે ગોંડલ પંથકમાં તેના અત્યારથી જ એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજનીતિના જાણકાર અને શાસક પક્ષની અંદરની રણનીતીથી બ-ખુબી પરીચિત સૂત્રો જણાવી રહ્યા છે કે ગુજરાતની ભાજપ સરકાર ફરીથી પટેલિઝમ ને પ્રાધાન્ય આપી પોતાની કમિટેડ વોટબેન્કને પુન: સ્થાપિત કરવા માગે છે. ખાસ કરીને પક્ષના પ્રમુખપદે પ્રથમવાર એક મહારાષ્ટ્રીયન (સી.આર.પાટીલ)ની નિયુકિત પછી પક્ષની પરંપરાગત પટેલ-વોટ બેન્કમાં જન્મેલી આશંકા દૂર કરવા ભાજપે નથી જ થિયરી પર કામ કરવું શરૂ કર્યું છે. અને એ થિયરી છે. પટેલોને જેમની સામે વિવિધ કારણોસર નારાજગી છે તેવા ક્ષત્રિય-દરબારોને ભીંસમાં લઈ રાજકીય તખ્તાપરથી હાંસિયામાં ધકેલવાની!

નોંધનીય છે કે સી.આર. પાટીલે તેનો ગંભીર ચમકારો દાખવી જ દીધો.પક્ષ પ્રમુખ બન્યા બાદની સર્વપ્રથમ સૌરાષ્ટ્ર-યાત્રા દરમિયાન જૂનાગઢથી રાજકોટ પરત ફરતાં સી. આર. પાટીલે વચ્ચે જૂનાગઢ, વીરપુર, ગોંડલ વગેરે સ્થળે પક્ષના સમર્થકોનું માન રાખી અભિવાદન ઝીલ્યું-હારતોરા સ્વીકાર્યા. આવી જ તૈયારી રીબડાના પાદરે અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા-ગૃપે કરી હતી પરંતુ સીઆર પાટીલનો કાફલો રીબડા હાઈવે પરથી વણથંભ્યો પસાર થઈ ગયો હતો! આ ઘટના ક્રમની રાજકીય વિશ્ર્લેષકોએ જબરી નોંધલીધી હતી. કેમ કે પક્ષની ભાવિ રણનીતિનોેએ જબરો સંકેત હતો.

ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ ફેકટરથી સૌરાષ્ટ્રની કોઈ બે બેઠકો સિકયોર માનતી હોય તો તેમાં પ્રથમ ક્રમે આવે વીસાવદર અને બીજા ક્રમે ગોંડલ ! વીસાવદરમાં 65 ટકા મતદારો પટેલ છે. ગોંડલમાં 52 ટકા. નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહને તપતો હતો ત્યારે તેમની વિરૂદ્ધમાં ગુજરાત પરિવર્તન પાર્ટીના બેનર હેઠળ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ વીસાવદરથી ચૂંટાઈ આવ્યા હતાં. કંઈક આવી જ ગણતરીએ જીપીપી ઉભી કરનારા પૂર્વ ગ્રહ રાજયમંત્રી ગોરધન ઝડફિયાએ ગોંડલની બેઠક પર પસંદગી ઉતારી હતી. ગોંડલમાં દરબારોનાં મતો કેવળ 7900 છે જયારે પટેલોનાં 65000 અને અન્ય સમાજનાં પણ 60,000 જેટલા મતો છે. જો કે આ બેઠક પર ગોરધનભાઈ સામે જયરાજસિંહ જાડેજા જીતી ગયા એનું કારણ જુદું હતું. જયરાજસિંહે મતદારોને ભારપૂર્વક કહ્યું હતું કે જ્ઞાતિ નહીં પક્ષ સામે જોવાનું છે. પાણીમાં રહીને મગર સાથે વેર  બાંધવામાં નહીં માનનારા પટેલ સમુદાયે કહ્યું માન્યું અને રિઝર્લ્ટ જુદું એટલે કે ભાજપની ફેવરમાં આવ્યું પરંતુ અહી ભાજપની શાખ કરતાંય જયરાજસિંહની ધાક વધુ કામે લાગી હોવાનું સહુ સ્વીકારે છે. ત્યારથી આજપર્યંત ગોંડલ વિધાન સભાની બેઠક ભાજપા માટે ખટકા સમાન બની ગઈ હતી કેમ કે પટેલોના પ્રભુત્વ છતાં અહી પટેલને ઉમેદવારી કરાવી શકવી સંભવ નહોતી. વચ્ચે 2007માં ચંદુભાઈ વઘાસીયા પણ એનસીપીમાંથી અપક્ષ ચૂંટાયા હતાં.

- Advertisement -

ભાજપ પાસે આ સ્થિતિ સહન કર્યેં છુટકો હતો પરંતુ પક્ષનું સૂકાન સી.આર.પાટીલે સંભાળતાં જ પક્ષની રણનીતિ અને કાર્યશેલી પણ બદલાઈ ગઈ. બલ્કે વધુ આક્રમક બની પટેલ સમાજને આશ્ર્વાસન મળે તે માટે ગોરધનભાઈ ગડફીયાને વિશેષ-સાથે રાખી સૌરાષ્ટ્ર-યાત્રા કાઢવામાં આવી. આમપણ ગોંડલના વતની અને અમિતભાઈ શાહના ખાસમ ખાસ એવા રમેશભાઈ ધડૂક પોરબંદરના સાંસદ બન્યા ત્યારે જ પક્ષે મન બનાવી લીધું હતું કે ગોંડલની બેઠક પરથી લેઉલા પટેલ સમાજના ઉમેદવારને જ લડાવવા, આ માટે જયરાજસિંહ જાડેજાને સમજાવવા સહેલા હતા પરંતુ અનિરૂદ્ધસિંહ જાડેજાને મનાવવા કોઈનું ગજૂં ન્હોતું કેમ કે અનિરૂદ્ધસિંહ પણ પોતાના પુત્રને ચૂંટણી લડાવવા ઝ-ઝૂમતા હતાં. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ પૂણ્યતિથિએ અનિરૂદ્ધ સિંહે પાઠવેલી ફુલપેજ અખબારી શ્રદ્ધાંજલિને પણ એ રીતે જ જોવામાં આવી હતી. આખરે રૂપાણી સરકાર એકશનમાં આવી અને અનિરૂદ્ધસિંહ જાડેજાની વાડીએ જૂગારની રેડથી માંડી સુરતના ખંડણી કાંડ જેવા કિસ્સા બન્યા, અને સ્થિતિ એવી બે-કાબૂ બની કે સોશિયલ મીડિયામાં અનિરૂધ્ધસિંહના સમર્થનની રીતસર ઝુંબેશ શરૂ કરવામાં આવી. અનિરૂદ્ધસિંહે ભાજપાને જૂનાગઢ નગરપાલિકામાં સત્તા અપાવવામાં કિંમતી જવાબદારી લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હોવા છતાં ભાજપાએ આક્રમક વલણ અખત્યાર કરતા સમૂચા સૌરાષ્ટ્રમા ચકચાર મચી છે અને ભારેલો અગ્નિ ગમ્મે ત્યારે ભભૂકી ઉઠે તેવી પૂરી શકયતા છે શાયદ એ જએંધાણે ગુજરાત સરકારે કાયદો- વ્યવસ્થાને વધુ ચૂસ્ત દુરસ્ત કરવા માડયો લાગે છે. જમીન-જાગિર પચાવી પાડનારા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ જાહેર કર્યાના ગણતરીના જ દિવસોમાં ગઈકાલે (શનિવારે) જુગાર, સાયબર ક્રાઈમ,નાણા ધિરધાર અને ગેરકાયદે હપ્તા વસુલી વગેરે સામે પાસાનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય પણ આ જ નજરે  જોવામાં આવી રહ્યો છે.

વધુ કડક પાસાસ્ત્ર કોના પર વિંઝાશે?

હવે ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા તેમજ સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગુના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ગુનેગારો સામે કડક હાથે કામ લેવા નિર્ધાર કર્યો છે. પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે. હવે જુગારની પ્રવૃત્તિ કરવી, સાયબર ક્રાઇમ આચરવા, નાણાં ધિરનાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા શારીરિક હિંસા, ધાક ધમકી આપવી, જાતિય સતામણી કરવી જેવા ગુના કરનાર તત્વો સામે પાસાનું શસ્ત્ર રાજ્ય સરકાર અપનાવશે.

અસામાજિક પ્રવૃત્તિઓ અને ગુનેગારો સામે સખ્તાઈથી કામ લેવા પાસાના કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટહુકમની દરખાસ્ત મુખ્યમંત્રી મંત્રીમંડળની આગામી બેઠકમાં કરશે. જે અંતર્ગત જુગારનો અડ્ડો ધરાવનારા વ્યકિત સામે કાર્યવાહી થશે. આઈટી એક્ટ જોગવાઇઓ વિરૂદ્ધની સાયબર ક્રાઇમ પ્રવૃત્તિઓ કરનારાઓને સાયબર ઓફન્ડર ગણી સજા થશે. જાતિય ગુનાઓ સંદર્ભે નપોકસોથના કાયદા અન્વયે કાર્યવાહી હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની શાંત, સલામત અને સુરક્ષિત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે નપાસાથ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવાનો નિર્ણય કર્યો છે.પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ-જાતિય સતામણી જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે નપાસાથ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવાનો અડગ નિર્ધાર કર્યો છે.

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

ત્રણ પૂર્વ નગરસેવકના નસીબ ફરી ચમક્યા: બેના પત્નીને ટિકિટ

રાજકોટ ભાજપમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો: કાર્યકરોનો જનસેલાબ ઉમટ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોસિપયુક્ત, તીખા-તમતમતાં અને મસાલેદાર સપ્તાહનું સરવૈયું!
Next Article જનઔષધિ કેન્દ્રોમાં પણ કૌભાંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દિનેશ કણજારીયાનું રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?