શેરી ગલીઓમાં સફાઈ કરી રોડની સાઈડમાં કચરો ઠાલવતા ઉકરડાનું નિર્માણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
રાજ્ય સરકાર સ્વચ્છતા અંગે દર વર્ષે ખર્ચ કરતી ખરીદો રૂપિયા વ્યરથ જતા હોય તેવું સ્પષ્ટ સાબિત થાય છે કારણ કે કરૂડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ રાજ્યમાં ગંદકી અને ઉકરડાને સામ્રાજ્ય હજુય નાબૂદ થયું નથી તેવામાં ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા દર મહિને સ્વચ્છતા પાછળ લગભગ પાચ લાખથી વધુનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ આ ખર્ચ પાણીમાં જતો હોય તેવું સાબિત થયું છે. જ્યારે શહેરને સ્વચ્છ અને ઉકરડા મુક્ત બનાવવાની વાતો કરતા પાલિકાના અધિકારીઓના સફાઈ કર્મચારીઓ પોતે જ રોડની સાઈડમાં કચરો ઠાલવતા નજરે પડે છે.
- Advertisement -
જેમાં શહેરના કસ્બા શેરીની બારી વિસ્તાર નજીક જાહેર શૌચાલય પાસે છેલ્લા કેટલાય સમયથી ઉકરડાના ગંજ નજરે પડે છે. આ ઉકરડો કરનાર બીજું કોઈ નહિ પરંતુ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જ હોવાનો પુરાવો પણ સામે આવ્યો છે જેમાં અહીંના એક જાગૃત નાગરિક દ્વારા પાલિકાના સફાઈ કર્મચારી જુદા જુદા વિસ્તારમાંથી સફાઈ કરી કચરો એકત્ર કરી રોડની સાઈડમાં ઠાલવતો વિડિયો જાહેર કરાયો છે. જેમાં સ્પષ્ટપણે નગરપાલિકાના સફાઈ કર્મચારી પોતે કચરા ગાડીમાં કચરો અહી ઠાલવતા નજરે પડે છે. તમામ વિસ્તારોમાંથી એકત્ર કરેલ કચરો રોડની સાઈડમાં ઠાલવતા અહી ઉકરડો અને ગંદકીનું સામ્રાજ્ય જામે છે. અહીથી નીકળતા રાહદારીઓ પણ અનેક દુવસો સુધી પડ્યા રહેતા કચરાની દુર્ગંધથી પીડાય છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો અને ખાસ કરીને અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે.