ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યભરમાં ચાલતા નશીલા પર્દાર્થોનું ગેરકાયદેસર વેંચાણ કરનાર તત્વો સામે કડક હાથે કામગીરી કરવાનો આદેશ મળતા જિલ્લા રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ ગિર-સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચનાથી ગીર-સોમનાથ એસઓજી પોલીસે તાલાલા વિસ્તારમાંથી ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી.
એસઓજી પીઆઇ એ.બી.જાડેજા તથા હે. કોન્સ.ગોપાલસિંહ દિપસિંહ મારૂ તથા કોન્સ. મેહુલસિંહ પ્રતાપસિંહ પરમારને મળેલી બાતમી આધારે તાલાલા તાલુકાનાં બોરવાવ ગામે રેઇડ કરી હતી. જેમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા સાથે આરોપી ભીમજી નારણભાઇ ચાવડા રહે.બોરવાવ વાળા પાસેથી માદક પદાર્થ 7 કિલોના ગાંજાની કુલ કિંમત રૂા.70 હજાર તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂા.71 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ તેમજ આ માદક પદાર્થમાં અન્ય એક ઇસમ કાળુ ઓડીસા રહે.સુરતવાળા ઇસમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. જયારે ઝડપાયેલ આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.