રાજકોટ ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મોટાભાગે ઉંધીયુ ખાવાની પરંપરા છે. આ પરંપરા કોરોના કાળમાં પણ યથાવત જોવા મળી રહી છે. અને શહેરમાં ઠેર-ઠેર ઉંધીયાની દુકાનોમાં લોકોની મોટી ભીડ જામી હતી. ઠંડાઠંડા વાતાવરણમાં ગરમાગરમ ઉંધીયાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
કોરોનાની ત્રીજી લહેરમાં પણ રાજકોટીયાન્સને બહારનું ઊંધિયું આરોગવામાં ડર નથી લાગતો. જેમાં 70% લોકો વેચાતું ઊંધિયું લીધું હતું અને અંદાજે એક જ દિવસમાં હજારો કિલો ઉંધીયુ આરોગી ગયું હોય તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.