હુસેનાબેનનું મૃત્યુ થતાં પોલીસે આઠ શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.23
- Advertisement -
તાલાલા તાલુકાનાં જાવંત્રી ગીર ગામે જમીનના વિવાદમાં ચાર રાઉન્ડ ફાયરીંગ કરી આઠ શખ્સો દ્વારા ઘાતકી હુમલો કરી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં એક વૃધ્ધા ગંભીર રીતે દાઝી જતાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડેલ જ્યાં સારવાર દરમ્યાન વૃધ્ધાનું મૃત્યુ થતાં પોલીસે આ બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ શરૂ કરી છે.
વર્ષોથી ચાલતા વિવાદમાં કોર્ટના હુકમથી સોંપેલી જમીન પરત લેવા જાવંત્રી ગીર ગામના આઠ શખ્શોએ ફરીયાદી કાસમભાઈ બાદરાણી નાં ઘર ઉપર ત્રાટકી ચાર રાઉન્ડ ફાયરીંગ કરી જમીન ખાલી કરવાની ધમકી આપી હતી તેમજ પેટ્રોલ થી ઘર ને આગ ચાંપી દીધી હતી જેમાં વૃધ્ધા હુસેનાબેન અબ્દુલભાઈ બદરાણી ઉ.વ.75 ગંભીર રીતે દાઝી ગયા હતા.
જાવંત્રી ગીર ગામે જીવલેણ હુમલો કરનાર શખ્સો પૈકી પોલીસે ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરી ઉંડાણપૂર્વક ની પુછપરછ શરૂ કરી છે..તમામ આરોપીઓને સોમવારે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરવામાં આવશે.આ કથિત કૃત્યનો મુખ્ય આરોપી સહિત ફરાર શખ્શો ને ઝડપી લેવા તાલાલા ઈનચાર્જ પી.આઈ.એ.બી.ગોહીલે અલગ અલગ ટીમો મોકલી વધુ તપાસ હાથ ધરી છે.



