એસ્ટરોઇડ 2025 QD8, જે અંદાજે 17-38 મીટર (લગભગ એક મોટા વિમાન જેટલું) અને 28,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે, તે આજે, 3 સપ્ટેમ્બર, 15:56 BST પર પૃથ્વીની સૌથી નજીક પહોંચશે. જોકે, તે આપણા ગ્રહ સાથે અથડાવાનું કોઈ જોખમ નથી, ખગોળશાસ્ત્રીઓ તેના માર્ગ અને સલામતીની પુષ્ટિ કરે છે. આ ઘટના આપણા સૌરમંડળની ગતિશીલતાનો એક નિયમિત ભાગ છે અને NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા તેમના ગ્રહ સંરક્ષણ પ્રયાસોના ભાગ રૂપે તેનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
નાસાના વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે એક વિમાન જેવડા કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ 45,000 કિલોમીટરની ઝડપે ધસી રહ્યો છે. આ 124 ફૂટનો અવકાશી ખડક આપણી પૃથ્વી સપાટીની નજીકથી 2,18,009 કિલોમીટરના અંતરેથી પસાર થઇ જાય તેવી ધારણાં છે. 2025 ક્યુડી 8 નામનો આ લઘુગ્રહ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાના સુમારે પૃથ્વીની નજીકથી પસાર થવાની ધારણાં છે. 40 મીટરના વ્યાસ ધરાવતો આ લઘુગ્રહ જો પૃથ્વી પર ખાબકે તો તેના કારણે એક આખું મહાનગર નામશેષ થઇ શકે તેવી સંભાવના છે. જો કે, વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર હાલ ચિંતા કરવાનું કોઇ કારણ નથી. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી કોઇ હાનિ કર્યા વિના પૂરઝડપે પસાર થઇ જશે.
- Advertisement -
આ લઘુગ્રહના કદનો અંદાજ તેની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશના જથ્થા પરથી કાઢવામાં આવ્યો છે. જો આ લઘુગ્રહ ડાર્ક અથવા જેની સપાટી પરથી પ્રકાશ પરિવર્તન ન પામે તેવો હોય તો તેનું કદ ધારણાંથી મોટું પણ હોઇ શકે છે. જો કે, આ લઘુગ્રહ અંદાજ અનુસારનું કદ ધરાવતો હોય તો પણ તેની વિનાશક શક્તિ ભયંકર છે. લંડનની કિંગ્સ કોલેજમાં એસ્ટ્રોફિઝિસિસ્ટ ડો. શ્યામ બાલાજીએ જણાવ્યું હતું કે જો તે પૃથ્વી પર પડે તો જ્યાં તે પડયો હોય ત્યાં મોટો વિનાશ વેરાઇ શકે છે. અલબત્ત, તેની આખી દુનિયા પર કોઇ અસર નહીં પડે.