ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે અઢળક ખર્ચ કરવામાં આવતો હોય, ત્યારે જુનાગઢ જિલ્લા રમત પ્રતિક્ષણ કેન્દ્ર દ્વારા વર્ષ 2018 થી અત્યાર સુધી થયેલ ભ્રષ્ટાચાર કરી રમતવીરોના ભવિષ્ય સાથે કરેલ અન્યાય બાબતની તપાસ કરવા માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 2018 થી 2023 દરમિયાન સમર કેમ્પમાં આવેલ ગ્રાન્ટ તથા સંસ્થા અને ચૂકવેલ અને વિદ્યાર્થીઓના ખાતામાં તથા કોચશ્રીના માનદવેતનમાં થયેલ ભ્રષ્ટાચાર 2023 24 જૠઋઈંની રમતમાં આગળ ગ્રાન્ટ અને ચૂકવેલ રકમ ની તપાસ 2023 24 ખેલ મહાકુંભ આયોજન માટેની મીટીંગની પરિપત્ર જાહેર કરેલ વિગત મિટિંગમાં હાજર રહેલ શિક્ષકો આયોજન આપવા માટે સંસ્થા પાસે મેદાનો, રમત આયોજન માટે થયેલ ખર્ચ ની કુલ રકમ ઉપરોક્ત તમામ બાબતો થયેલ ખર્ચ સામે વ્યવસ્થાઓના યોગ્ય ફોટોગ્રાફ, જે કોઈ કર્મચારીઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવે તો કર્મચારીઓને તેને ખોટી રીતે હેરાન કરે છુટા કરી અન્ય લોકો સામે દાખલો મૂકી ચુપ રહેવા માટે દબાણ સર્જાવવામાં આવે છે આ બાબતને તપાસ હાથધરી કર્મચારી ઉપર આવો અત્યાચાર થયેલ હોય તેવા કર્મચારીઓને ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવા મુદ્દાઓ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ તમામ બાબતની તપાસ હાથ ધરી ત્રણ દિવસમાં યોગ્ય જવાબ આપવાની માંગ કરી છે જો ત્રણ દિવસની અંદર આ બાબતે કોઈ ખુલાસો નહીં કરવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરશે જેમાં કોઈ પાછીપાની કરવામાં નહિ આવે અને જેનુ જવાબદાર તંત્ર પોતે રહેશે.જેમાં નગર મંત્રી રાજભાઈ ઝાલાવાડીયા તેમજ નગર કાર્યાલય મંત્રી મૌલિકભાઈ હરણેશા સાથે અન્ય વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.