વિમાનની સીટ પર બાળકોના ફોટાની સાથે તેમની બેગ અને બુટ પણ મુકવામાં આવ્યા છે
થોડીવારમાં ઞજ-ઈરાન વચ્ચે શરૂ થશે મિટિંગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ તેમના જર્મન વિદેશ મંત્રી જોહાન વાદેફુલ સાથે ટેલિફોન વાતચીત કરી. તેમણે કહ્યું કે ઈરાનને અમેરિકા પર કોઈ વિશ્વાસ નથી. મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, અરાઘચીએ કહ્યું કે ઈરાની પ્રતિનિધિમંડળ વર્તમાન વાતચીત પર પણ વિશ્વાસ નથી કરતું.અરાઘચીએ કહ્યું કે અમેરિકાએ વારંવાર પોતાના વચનો તોડ્યા છે અને ડિપ્લોમેટિક દગો કર્યો છે. આ જ કારણ છે કે ઈરાન તેના પર વિશ્વાસ નથી કરતું. તેમણે કહ્યું કે સરકાર ઈરાની લોકોના હિતો અને અધિકારોનું રક્ષણ કરવા માટે પોતાની બધી શક્તિથી લડશે.અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળો યુદ્ધવિરામ અંગે ચર્ચા કરવા માટે પાકિસ્તાન પહોંચ્યા છે. ઈરાનનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ કરી રહ્યા છે, અને ઈરાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફ કરી રહ્યા છે.પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર, વિદેશ મંત્રી ઇશાક દાર અને મોહસીન નકવી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન મુનીર સૂટ પહેરેલા દેખાયા હતા. પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર શુક્રવારે રાત્રે ઈરાની ડેલિગેશનનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન મુનીર આર્મી ડ્રેસમાં જોવા મળ્યા હતા. ઈસ્લામાબાદ પહોંચ્યા પછી તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો.
તેમાં પ્લેનની સીટ પર ચાર બાળકોના ફોટા રાખવામાં આવ્યા છે, દરેક પાસે સ્કૂલ બેગ અને ફૂલો પણ મુકેલા છે. 28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધના પહેલા દિવસે, ઈરાનના શહેર મીનાબમાં એક પ્રાથમિક સ્કૂલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો અને શાળાના કર્મચારીઓ સહિત 168 લોકો માર્યા ગયા હતા. આ હુમલાના આરોપ અમેરિકા અને ઇઝરાયલ પર લગાવવામાં આવ્યા હતા.બીજી તરફ, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ પ્રતિનિધિમંડળ સાથે આજે ઈસ્લામાબાદ પહોંચ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ મહત્વની બેઠક આજે ઈસ્લામાબાદમાં યોજાવાની છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે.દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતચીત પહેલા ઈરાનને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે ઈરાન પાસે ટૂંકા સમય માટે દરિયાઈ માર્ગો પર જબરદ:તી વસૂલાત કરવા સિવાય બીજો કોઈ દાવ બચ્યો નથી. તેમણે એવી ધમકી પણ આપી કે તેઓ (ઈરાન) એટલા માટે જ જીવતા છે જેથી
વાતચીત કરી શકે.
ચીન છાનામાના ઈરાનને હથિયારોનો ભંડાર મોકલી રહ્યું છે: અમેરિકન એજન્સીના રિપોર્ટમાં ધડાકો
- Advertisement -
વિશ્વ મંચ પર શાંતિદૂત બનવાનો ડોળ કરતા ચીનનો અસલી ચહેરો અમેરિકી ગુપ્તચર અહેવાલોએ ખુલ્લો પાડ્યો છે. એક તરફ ચીન અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તે ગુપ્ત રીતે ઈરાનને અત્યાધુનિક ઘાતક હથિયારો પૂરા પાડવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલ છે. અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, ચીન આગામી થોડા અઠવાડિયામાં ઈરાનને ખભા પર રાખીને ફાયર કરી શકાય તેવી એન્ટી-એરક્રાફ્ટ મિસાઉલ સિસ્ટમ (ખઅગઙઅઉજ) મોકલવાનું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીન આ મિસાઈલ સિસ્ટમ સીધી રીતે મોકલવાને બદલે અન્ય દેશોના માર્ગે મોકલવાની યોજના બનાવી રહ્યું છે. જેથી પકડાઈ જવાનો ડર ન રહે. આ સિસ્ટમ ઓછી ઊંચાઈએ ઉડતા અમેરિકી હેલિકોપ્ટર અને લડાકુ વિમાનો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તાજેતરમાં ઈરાન દ્વારા તોડી પાડવામાં આવેલા અમેરિકી ઋ-15 જેટ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, તેમાં આવી જ હીટ-સીકિંગ મિસાઈલનો ઉપયોગ થયો હતો. જો તે ચીની બનાવટની હોવાનું સાબિત થશે, તો તે બેઇજિંગની સીધી સંડોવણીનો પુરાવો ગણાશે.આ ચોંકાવનારા અહેવાલો એવા સમયે આવ્યા છે જ્યારે આવતા મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા બેઇજિંગ જવાના છે.



