પ્રિયંકાએ ટાઈગર ફિલ્મની રીલિઝની જાહેરાત કરી
પ્રિયંકાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દીપિકા પાદુકોણને ટેગ કરતાં અનેક અટકળો
- Advertisement -
પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ ‘ટાઈગર’ ઓટીટી પર રીલિઝ થવાની છે. જોકે, આ ફિલ્મમાં પ્રિયંકા એક્ટિંગ કરવાની નથી પરંતુ અંબા નામની વાઘણ માટે વોઈસ ઓવકર કરી રહી છે. પ્રિયંકાએ જાતે આ ફિલ્મની રીલિઝ વિશે જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ફિલ્મમાં અંબા નામની વાઘણની વાત છે. જે પોતાના બચ્ચાઓને પ્રેમથી ઉછેરે તેને અન્ય જનાવરો તથા જંગલના પડકારોથી સુરક્ષિત પણ રાખે છે. માતા તથા સંતાનનું બોન્ડિંગ આ ફિલ્મમાં જોવા લાયક છે.
‘Tiger’… a story that captures the wild and brings out everything that happens within it – tales of love, conflict, hunger, survival and so much more.
In the bustling jungles of India, where creatures big and small, timid and majestic roam, there’s Amba – a tiger with a… pic.twitter.com/MwSrVqGNvy
- Advertisement -
— PRIYANKA (@priyankachopra) April 1, 2024
દરમિયાન આ ફિલ્મની જાહેરાતમાં પ્રિયંકા ચોપરાએ અભિનેત્રી દીપિકા પાદુકોણને પણ ટેગ કરી છે તેનાથી અનેક અટકળો વ્યક્ત થઈ રહી છે. દીપિકા આ પ્રોજેક્ટ સાથે કોઈ રીતે સંકલાયેળી નથી. પ્રિયંકાનું પોતાનું ફેન ફોલોઈંગ એટલું જબરદસ્ત છે કે તેણે પોતાના પ્રોજેક્ટના પ્રચાર માટે અન્ય કોઈ હિરોઈનના નામનો ટેકો લેવાની જરુર નથી.