ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓ અંતીમ તબકકામાં પહોંચી જવા પામી છે. જેમાં સરકારી કર્મચારીઓને ચૂંટણીની અંતીમ તાલીમની સાથે તેઓના પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી ચાલી રહી છે. તેની સાથોસાથ આજથી રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં ફરજ પર મૂકાયેલા 2200 જેટલા પોલીસ કર્મચારીઓના પોસ્ટલ બેલેટથી મતદાનનો પણ આજથી પ્રારંભ થવા પામેલ છે
- Advertisement -
ચૌધરી હાઈસ્કૂલમાં સરકારી કર્મચારીઓના તાલીમના સ્થળ પર સરકારી કર્મચારીઓની સાથે પોલીસ કર્મચારીઓએ પણ મતદાન કર્યુ હતું. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે રાજકોટ દક્ષિણ વિધાનસભા વિસ્તાર માટે પી.ડી.માલવીયા, પશ્ર્ચિમ વિધાનસભા વિસ્તાર માટે વિરાણી હાઈસ્કૂલ તેમજ સીટી પ્રાંત-1 કચેરી ખાતે પણ પોલીસ અન્ય વિભાગોના કર્મચારીઓના મતદાનનો પ્રારંભ થવા પામેલ છે.