સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હવે ફ્રી નથી. Xનો ઉપયોગ કરવા માટે તમામ યૂઝર્સે પૈસા આપવાના રહેશે. Xના આ નવા સબસ્ક્રિપ્સન મોડલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X હવે ફ્રી નથી. એલન મસ્ક જ્યારથી Xના માલિક બન્યા છે, ત્યારથી તેમનું ધ્યાન X પરથી થતી કમાણી પર છે. એલન મસ્ક કમાણી માટે કંઈક ને કંઈક નવા નુસ્ખા શોધતા હોય છે. એલન મસ્કે જણાવ્યું છે કે, Xનો ઉપયોગ કરવા માટે તમામ યૂઝર્સે પૈસા આપવાના રહેશે. Xના આ નવા સબસ્ક્રિપ્સન મોડલનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
- Advertisement -
એક ડોલર ફી
Xનો ઉપયોગ કરવા માટે હવે એક વર્ષ માટે સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે, જેની કિંમત એક ડોલર (83 રૂપિયા) છે. આ ફી Xના બેઝિક ફીચર્સ જેમ કે, લાઈક અને રિપોસ્ટ માટે હશે. આ ફી આપવાથી કોઈપણ પોસ્ટને બુકમાર્ક પણ કરી શકાશે. આ નવા ફીટરને નોટ અપ બોટ નામ આપવામાં આવ્યું છે.
ન્યુઝિલેન્ડ અને ફિલિપાઈન્સમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ટેસ્ટ દરમિયાન યૂઝર્સને કોઈપણ પ્રકારની પરેશાની નહીં તાય છે. નવા યૂઝર્સ જેઓ પૈસા આપવા માંગતા નતી, તેમને માત્ર પોસ્ટ જોવાની, વિડીયો જોવાની અને એકાઉન્ટ ફોલો કરવાની સુવિધા આપવામાં આવશે, બુકમાર્ક જેવા ફીચરનો ઉપયોગ નહીં કરી શકે.
એલન મસ્કને પહેલેથી જ X સાથે બોટ એકાઉન્ટ બાબતે સમસ્યા હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બોટ એકાઉન્ટને ખતમ કરવા માટે જ એલન મસ્કે આ નિર્ણય લીધો છે. અગાઉ એલન મસ્કે Xમાં પોસ્ટ જોવા માટે લિમિટ રાખી હતી.