ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે સૌપ્રથમ દાંડીયારાસના આયોજનની શરૂઆત સ્પંદન રાસોત્સવે કરી હતી. સતત 13 વર્ષથી બાય-બાય નવરાત્રિ શરદપૂનમ નિમિત્તે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા રાજકોટમાં આ સૌથી જૂનું સ્પંદન રાસોત્સવનું આયોજન થાય છે તેમજ સ્પંદન રાસોત્સવ ગ્રુપની પ્રેરણાથી કોળી સેના રાસોત્સવ, કોળી ઠાકોર રાસોત્સવ, થનગનાટ રાસોત્સવ, શિવાજી સેના રાસોત્સવ, કોળી ઠાકોર સેના ન્યુ રાસોત્સવની આ સ્પંદન રાસોત્સવની પ્રેરણાથી વિવિધ સંસ્થાના માધ્યમથી અલગ-અલગ સ્થળે જુદા જુદા દિવસે દર વર્ષે અનેક આયોજનો કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટમાં કોળી સમાજની તમામ રાસોત્સવ સંસ્થા દ્વારા કુલ પાંચ જગ્યાએ રાસગરબા યોજાયા હતા. આ તમામ ભક્તિમય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમસ્ત કોળી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રાસ-ગરબા પ્રસંગે આ વર્ષે તમામ રાસોત્સવના આયોજકો સાથે મળીને વિવિધ આયોજનોમાં દિવાળીના નૂતન વર્ષના પાવન અવસરે માધાપર ચોકડીનું (કોળી ઠાકોર ચોક) નામકરણ થાય આ માગણીને તમામ આગેવાનોએ સમર્થન જાહેર કરેલું હતું તેમ સ્પંદન રાસોત્સવ ટીમની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.