By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    2 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    2 days ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    2 days ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    2 days ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    2 days ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    2 days ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    2 days ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    3 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    2 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    4 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    5 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    3 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    4 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!
AuthorTALK OF THE TOWNTushar Daveગુજરાત

ખિલાડી કુમાર : કોઈપણ સ્થિતિમાં ટકીને અ-ક્ષય રહેવાનું ‘અક્ષયત્ત્વ’!

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 1:40 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

આ સપ્તાહે 53 વર્ષના થયેલા અક્ષય યુવાનીનું વરદાન ધરાવતા સદાબહાર અભિનેતાની વાત

તુષાર દવે

ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધેલો, સતત શીખતો રહેલો, સતત કંઈક નવું કરીને દરેક પરિસ્થિતિમાં ઢળીને જાતનું ઘડતર કરતો, ‘સીધી બાત, નો બકવાસ’માં માનતો એક શિસ્તબદ્ધ અભિનેતા એટલે અક્ષય કુમાર. જેણે આપણને શીખવ્યું કે ક્યારેક માત્ર ટકી રહેવું એ પણ એક ઘટના હોય છે.

- Advertisement -

જેમ તેના સસરા રાજેશ ખન્નાએ લગલગાટ 12 કે 14 હિટ્સ આપેલી એવી જ રીતે આણે લાગઠ 14 ફ્લોપ આપેલી. છતાં એ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહ્યો. બીકોઝ હી ઇઝ ડિરેક્ટર્સ હીરો. હી ઇઝ અ ફાઇટર. પ્રિયદર્શને ‘હેરા-ફેરી’માં એની પાસે કોમેડી કરાવી. એણે કરી. એની સામે જ્યારે જે ભૂમિકા ભજવવાની આવી એણે ભજવી. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. અત્યારનું એનું ફોર્મ જોતાં લાગે છે કે કદાચ સળંગ 12 કે 14 હિટ્સનો પોતાના સસરાનો પેલો રેકોર્ડ પણ આ માણસ જ તોડશે. કારણ કે એને માત્ર ટકી જતા આવડે છે.

એટલું જ નહીં માર્શલ આર્ટ્સની તાલીમ લીધી હોવાથી તેને ફરી અને ફરી ફરીને બેઠા થતાં પણ આવડે છે. જે પડે એને જ બેઠા થતાં આવડે. જે પડે જ નહીં એને ન આવડે. ફરીથી એના જ સસરા રાજેશ ખન્નાનો દાખલો લઈએ તો એમણે જે સ્ટારડમ જોયું એ તેમના અગાઉ કોઈએ જોયું જ નહોતું. માટે એનો ક્યાંય રેફરન્સ જ નહોતો મળતો કે એને પચાવવું કેવી રીતે? બીજી તરફ અક્ષયે ગજબની નિષ્ફળતા જોઈ છે અને દરેક નિષ્ફળતામાંથી એ કદાચ કંઈક શીખ્યો જ છે એટલે જ હવે પ્રમાણમાં ઓછો નિષ્ફળ જાય છે. 

ક્યાંક વાંચેલું કે અક્કીના શરૂઆતના દિવસો એટલા સંઘર્ષમય હતા કે રડવાના દૃષ્યોમાં એને ગ્લિસરિનની જરૂર નહોતી પડતી. એની શિસ્ત અને સમયપાલનનના તો કોઈપણ ‘સૌગંધ’ ખાઈ શકે! કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશ કહે છે કે, ‘અક્ષય એકલા જ એવા એક્ટર છે, જેણે આજ દિવસ સુધી કદી મારી કોરિયોગ્રાફી અંગે નથી કોઈ સવાલ કર્યો, નથી ફરિયાદ કરી.’ મેં આગળ કહ્યું ને કે હી ઈઝ ડિરેક્ટર્સ હીરો. કદાચ એને એની મર્યાદાઓ ખબર હશે. સ્વોટ એનાલિસિસમાં Wને સમજનાર અને એના પર જ ફોકસ રાખીને વર્ક કરનાર માણસ પછી જીવનમાં કદી પાછળ પડતો નથી એવું મેં નોંધ્યું છે.

- Advertisement -

મને આજે ફિલ્મો ભલે આમિર ખાનની વધુ ગમતી હોય, પણ હું માનું અક્ષય કુમારમાં. એ ગરમા ગરમ ગોટાની જેમ ધડાધડ વર્ષની ચાર-પાંચ ફિલ્મોનો ઘાણ ઉતારી જ દે. આટઆટલી ફિલ્મો આવતી હોય એટલે એકાદ-બે ના ચાલે તો પણ વાંધો નહીં અને સમય તેમજ પૈસા પણ ઓછા ઇન્વેસ્ટ થયા હોવાથી વધુ રિસ્ક પણ નહીં. યસ, આઈ નો કે આ દલીલનો તર્કોનું તુર્કીસ્તાન કરી નાંખે એવો વિરોધ થઈ શકે એમ છે, પણ મારો પોઈન્ટ માત્ર એટલો જ છે કે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ થઈ જાય એટલી બધી ચીકાશ ન કરવી જોઈએ. કોઈ તબક્કે તો યા હોમ કરીને ઝંપલાવી દેવું પડશે ને? વેદિયાવેડામાં એટલું બધું મોડું થઈ જાય કે ઝંપલાવવાનો કોઈ અર્થ જ ન રહે તો એ શું કામનું? કહે છે કે આમિરના ‘પીકે’ના પ્રોજેક્ટમાં લપિયાવિદ્યામાં એટલો બધો સમય બગડ્યો કે એટલી વારમાં તો અક્ષય કુમારની ‘ઓ માય ગોડ’ બનીને રિલીઝ પણ થઈ ગઈ અને સારી કમાણી પણ કરતી ગઈ. ‘પીકે’નો પણ કોન્સેપ્ટ ઓલમોસ્ટ સરખો જ હોવાથી એની સ્ક્રિપ્ટમાં ફેરફારો કરીને એના પર ફરીથી કામ કરવું પડ્યું. હવે ફરી ફરીને આટલા બધાં ફેરફારો થાય તો આપણને ફેર ન ચડી જાય? ધીસ ઈઝ નોટ ફેર યાર…!  

બન્ને પોતપોતાની જગ્યાએ સાચા હોઈ શકે છે, પણ અહીં અક્ષય કુમારની વાત ચાલે છે એટલે અક્ષય આમાં કઈ જગ્યાએ સાચો છે એ વાત કહી. આવો બીજો એક પોઈન્ટ એનો એક્ટિંગ બાબતનો મને ગમે છે. એ મેથડ એક્ટિંગ અથવા તો પાત્રમાં ઘુસવા માટે ચાર-છ મહિના લઈને જે તે પાત્ર જેવા જ રહીને કે એની (પાત્રની) જગ્યાએ વસીને અભ્યાસ કરનારાઓ પર કટાક્ષ કરે છે. એ કહે છે કે હું આવા બધા ફિતુરમાં નથી માનતો. તમારે જે તે પાત્રની એક્ટિંગ કરવાની છે, વાસ્તવમાં તેમના જેવું બની જવાનુ નથી. થોડાં સમયમાં જ તમે ગમે તે પાત્રમાં ઘુસી ન શકો અને ચાર-છ મહિના લેવા પડે તો તમે શું ધૂળ એક્ટર? જોકે, એ ય એક હકીકત છે કે ઘણા લોકો હજુ પોતાના પાત્રમાં પૂરા પ્રવેશી ન રહ્યાં હોય ત્યાં સુધી અક્ષયે આખેને આખી એક-બે ફિલ્મો ફટકારી દીધી હોય. એ પણ મોટેભાગે દર રવિવારે રજા રાખીને. રાતનો સિન ન લેવાનો હોય તો સાંજ બાદ શૂટિંગ જ નહીં. સ્ટાર થયા તે શું થયું? પર્સનલ લાઈફ અને પર્સનલ સ્પેસ જેવું પણ કંઈક હોય કે નહીં!

અક્ષય એની ફિટનેસ બાબતે જે રીતે બધાંને ગમે છે એ જ રીતે મને પણ ગમે છે. બધાંને મનોમન એવું થાય કે સાલી ફિટનેસ અને લાઈફ સ્ટાઈલ તો અક્ષય જેવી હોવી જોઈએ, પણ કોઈ એ મેઈન્ટેન નથી કરી શકતું. માટે જ ખિલાડી કુમારના એ ‘અક્ષયત્ત્વ’ તરફનું ખેંચાણ અને ચાહત બરકરાર રહે છે.

એના સત્તાધારી પક્ષ તરફે ઝુકાવ કે કેનેડિયન નાગરિકત્ત્વ મુદ્દે ઘણી દલીલો થઈ શકે છે, પણ અત્યારે એનો મૂડ નથી. હું નાનપણથી અક્ષયનો ચાહક છું અને આ સપ્તાહે એનો બર્થ ડે હતો એટલે એના વિશે આટલું લખવાનું મન થયું. ધેટ્સ ઈટ.

બાય ધ વે, અક્ષય એટલે જેનો ક્ષય એટલે કે નાશ ન થઈ શકે એવું. કદી ક્ષીણ ન થાય તેવું. અવિનાશી. અખૂટ.

ફ્રી હિટ :

ઈન્ડસ્ટ્રીમાં અક્ષયની પ્લે બોય ટાઈપની ઈમેજ પણ ખુબ ચર્ચામાં રહી છે. એ સંદર્ભે એનો પેલો ડાયલોગ યાદ આવે કે – ‘અપણા ક્યા હૈ? અપણે કો તો બસ પાણી નીકાલના હૈ…!’

You Might Also Like

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

વિશ્ર્વની પ્રથમ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા ગ્લોબલ યુનિવર્સિટી ‘વનતારા’નો શુભારંભ

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉફ્ફ… આ જાલિમ સપ્તાહ!
Next Article મનોજ અગ્રવાલ, IPS કી પાઠશાલા…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?