કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના લુકથી સૌ કોઇનું મન મોહી લીધું છે. સોશિયલ મીડિયા પર શેર થયેલી તસ્વીરોમાં જોવા મળે છે કે એક્ટ્રેસે ગોલ્ડન બ્લેક ગાઉન પહેર્યો છે, જેના પર પતંગિયાની ડિઝાઇન છે. એક્ટ્રેસે ગોલ્ડન રંગની ઇયરીંગ પહેરી છે. મિનિમમ મેકઅપ કર્યો છે.
ઐશ્વર્યાના લુકે સૌનું દિલ જીતી લીધું છે. એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું છે કે, દરેક વખતની જેમ શાનદાર તો અન્ય ફેન્સે લખ્યું, બેહદ ગ્રેસફુલ. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલીવાર 2002માં સામેલ થઇ હતી. ત્યારબાદ લોરિયલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની શોભા વધારી હતી.
- Advertisement -
ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બુધવારે રવાના થઇ હતી.મુંબઇ એરપોર્ટ પર તે તેની લાડલી દિકરી આરાધ્યા સાથે જોવા મળી હતી. આ ઉપરાંત ઐશ્વર્યાને હાથ પર થયેલા ફ્રેક્ચર પણ ધ્યાન ખેંચ્યું હતું.