ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના કબજા હેઠળના ક્રીમિયા પુલ પર હુમલા બાદ રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વધી ગયો છે. રશિયાએ ઓડેસામાં યુક્રેન નૌકાદળના હેડક્વાર્ટર અને માયકોલાઈવના દરિયાઈ બંદર પર હુમલો કર્યો છે. આ હુમલામાં રશિયાએ 70,000 ટન ઇંધણનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો છે.
કિવ સિટી મિલિટરી એડમિનિસ્ટ્રેશનના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે હવાઈ હુમલા સમગ્ર યુક્રેન માટે મુશ્ર્કેલભરી રાત હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયાએ ઓડેસા નજીક લાલ સમુદ્રમાં હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યું છે. દરમિયાન, ક્રીમિયામાં રશિયન કટોકટી અધિકારીઓએ જણાવ્યું હતું કે લશ્ર્કરી સુવિધામાં આગને કારણે ચાર ગામોમાંથી 2,200 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
- Advertisement -
પુટિન બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકા નહીં જાય. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં ભાગ લેશે નહીં. વાસ્તવમાં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે પુટિન વિરુદ્ધ યુદ્ધ અપરાધોને લઈને વોરંટ જારી કર્યું છે. જો તે જોહાનિસબર્ગ આવે તો ધરપકડનો ભય હતો.