હોટલ કરતાં અનોખો છતાં અદ્ભુત અનુભવ આપતાં હોમ સ્ટે એ પણ તમારા બજેટમાં; જયપુરના સિટી પેલેસની રાજાશાહી માણવા માટે પણ એકમાત્ર વિકલ્પ
ખાસ-ખબર સંવાદદાતા
જે ફરવાના શોખીન હશે એમના માટે અશબિક્ષબ આમ તો જાણીતું જ હશે પણ હવે જે લોકો ફરવા જવાનો પ્લાનિંગ કરતાં હશે તેમના માટે અશબિક્ષબ બહુ કામ લાગવાનું છે. બહારગામ ફરવા જવાનાં પ્લાનિંગ સૌથી પહેલાં ત્યાં રહેવા લાયક જગ્યા શોધવાની થાય. ક્યારેક એવું પણ બને રૂમ સરસ હોય તો લોકેશન અનૂકુળ ન આવે અને લોકેશન ન અનૂકુળ આવે તો રૂમ સરસ હોય અને આ બંને વસ્તુ અનૂકુળ આવે તો બજેટ સાથે મેળ ખાતુ ન હોય. આ બધાનું સમાધાન એટલે અશબિક્ષબ.
અશબિક્ષબમાં તમે ખાલી રૂમ જ નહીં પણ આખે આખી પ્રોપર્ટી ભાડે રાખી શકો. અત્યારે હોટલના વિકલ્પ તરીકે જે હોમ સ્ટેનું ચલણ વધી રહ્યું છે તેના પણ અઢળક વિકલ્પો. ભાડું પણ તમને અનુકૂળ આવે એવું. ટિપીકલ હોટેલરૂમથી કંઈક અલગ એવા આ અનોખા કોનસમાં તમને હોમ સ્ટેથી લઈને ટ્રી હાઉસ, પેન્ટ હાઉસ જેવા અનેક વિકલ્પો મળશે. અરે ! રાજાના મહેલમાં રહેવાના પણ વિકલ્પો. હોટેલ કરતાં અલગ છતાં અદ્ભૂત અનુભવ આપતાં અશબિક્ષબનું ભાડું પણ તમને અનુકૂળ આવે તેવું.
- Advertisement -
અત્યારે વર્ક ફ્રોમ હોમના જમાનામાં જો તમે લાંબો સમય સુધી કોઈ નવા શહેરની મહેમાનગતિ માણવા માંગતા હોવ તો અશબિક્ષબનો અનુભવ કરવા જેવો છે.
2008માં શરૂ થયેલાં અશબિક્ષબ પાછળ એક રસપ્રદ વાત જોડાયેલી છે અને એટલું જ નહીં તમે ધારો તો તમે પણ તમારી પ્રોપર્ટીને અશબિક્ષબમાં લિસ્ટીંગ કરીને પૈસા કમાઈ શકો છો, પણ એ કંઈ રીતે? આ તમામ વિગતો આપીશું તમને આજની આ ખાસ સ્ટોરીમાં.
એક એક રૂપિયાના મોહતાજ બે મિત્રો આજે બન્યા અબજોના માલિક
- Advertisement -
સફળ થવા માટે ખાલી મહેનત નહીં પણ માર્કેટને ઓળખવાની પરખ પણ જરૂરી છે અને આ વાતની સાબિતી છે અશબિક્ષબ. હા, એક સમયે એક એક રૂપિયાના મોહતાજ એવા એવા સાન ફ્રાન્સિસ્કોના બ્રાયન ચેસ્કી અને જોય ગેબિયા આજે 30 બિલિયન ડોલરની કંપનીના માલિક છે. પોતાનો ખર્ચો કાઢવા માટે થઈને રહેવા લાયક જગ્યા શોધી રહેલાં 3 મુસાફરોને પોતાના ઘરે આવકાર્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ 3 મુસાફરોમાં 1 મુસાફર ભારતીય હતો. મજબૂરીમાં શરૂ કરેલી આ યજમાનીથી બંને મિત્રોને એક આઈડિયા આવ્યો. એ જબરદસ્ત આઈડિયા એટલે Airbnb.
3 મુસાફરોથી શરૂ થયેલી આ સફળતાનો સ્વાદ 4 મિલિયન કરતાં વધુ મહેમાનો માણી ચૂક્યા અને દરેક દેશમાં 1 અરબ કરતાં પણ વધુ મહેમાનોનું સ્વાગત કર્યું છે. પણ સંઘર્ષ કરતાં આ મિત્રોને પહેલી વારમાં આ સફળતા નથી મળી. આ આઈડિયા પછી બ્રાયન અને જોય સાથે ત્રીજો મિત્ર નૈથન પણ જોડાયો. આ ત્રણેયે મળીને એક સ્ટાર્ટ અપ ખોલ્યું અને તેનું નામ રાખ્યું ‘એર બેડ એન્ડ બ્રેકફાસ્ટ’. આ નામથી જ વેબસાઈટ પણ બનાવી. પણ નસીબે સાથ ન આપ્યો.
2009માં તેમણે તેમના બિઝનેસ આઈડિયામાં કેટલાક બદલાવો કર્યા. આ બદલાવોમાં એક હતું વેબસાઈટનું નામ પણ. આ વેબસાઈટનું નામ ‘એર બેડ એન્ડ બ્રેકફાસ્ટ’થી બદલીને અશબિક્ષબ કર્યું. આ વખતે તેમની સફળતાની શરૂઆત થઈ. એક સીડ ફંડીંગ કંપનીએ તેમને 6 હજાર અમેરિકન ડોલર આપવાની ઓફર કરી. માત્ર 2 વર્ષમાં એટલે કે 2011 સુધીમાં તો વિશ્વના 89 દેશોમાં અશબિક્ષબએ પોતાનો ‘પરચમ’ લહેરાવી દીધો હતો. જેમાં 10 લાખ બુકીંગ થઈ ગયા હતા. આ જ વર્ષે વધુ એક કંપનીએ 112 બિલિયન ડોલરનું રોકાણ કર્યું. પરિણામે કંપનીની વેલ્યુ બે જ વર્ષમાં 1 અરબ ડોલરને પાર પહોંચી ગઈ. દેશ-વિદેશના સિમાડે પહોંચેલી અશબિક્ષબની પોતાની કોઈ પ્રોપર્ટી જ નથી !
હા, Airbnb જે લોકો પોતાની પ્રોપર્ટી ભાડે આપવા માંગે છે અને જે આ પ્રોપર્ટી ભાડે રાખવા માંગે છે તેમની વચ્ચેની એક સાંકળ બને છે.
જયપુરનો સિટી પેલેસ પણ હવે Airbnb પર !
રાજાશાહી જીવનશૈલીનો આનંદ માણવાનો કોને શોખ ન હોય? તો હવે એ સપનુ પણ પૂરું થશે. કારણ કે જયપુરના સિટી પેલેસનું પણ અશબિક્ષબ પર લિસ્ટીંગ કરવામાં આવ્યું છે. અહીંનો ગુડલિયા સ્વીટ (ૠીમહશુફ જીશયિં) જે પહેલાં રાજવી પરિવાર માટે જ રિઝર્વ હતો તેમાં હવે સામાન્ય લોકો પણ રહી શકશે. 300 વર્ષ જૂના આ પેલેસના ગુડલિયા સ્વીટમાં પ્રિન્સેસ ડાયના અને ઓપરા વિન્ફ્રે જેવી જાણીતી હસ્તીઓ પણ રહી ચૂકી છે.
આ સ્વીટમાં તમને પર્સનલ સ્વિમિંગ પૂલ પણ મળશે અને તમને રાજા શાહીનો સતત અનુભવ થતો રહે તે માટે કુક અને બટલર પણ મળશે. સાથે જ અહીંના પ્રાઈવેટ રેસ્ટોરન્ટમાં પણ રાજસ્થાનની વાનગીઓનો આનંદ માણી શકશો. પણ હા, આ રાજા શાહી અનુભવ માટે તમારે એક રાતના 8 હજાર ડોલર એટલે કે 6,57,223 રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
જો જયપુર સિટી પેલેસમાં રહેવાનું બજેટ વધારે લાગતું હોય પણ રહેવું હોય પેલેસમાં જ તો બીજો વિકલ્પ છે જયપુરનો ‘રંગ મહેલ અને બાગ’ (કેસર મહેલ). શહેરની ભીડભાડથી દૂર આવેલો આ મહેલ ચારેકોર લીલોતરીથી ઢંકાયેલો છે. આ પેલેસમાં એક રાતનું ભાડું છે 1,10,000 રૂપિયા.
માત્ર જયપુરમાં જ નહીં પણ ભારતના દરેક રાજ્યમાં અશબિક્ષબ દ્વારા આવી લક્ઝરી પ્રોપર્ટીને તમે ભાડે રાખી શકો છો.
રહેવાની જગ્યા પછી હવે ટ્રાવેલ પ્લાનિંગ કરો મફત
ફરવાના રસિયાઓ માટે રહેવાની સૌથી સસ્તી જગ્યાનું સરનામું અશબિક્ષબ આપ્યા પછી હવે ટ્રાવેલિંગ પ્લાનના પણ પૈસા બચાવવાની ટેકનિક જાણી લઈએ. ઈવફિૠંઙઝ. હા, તમે ઈવફિૠંઙઝની મદદથી કોઈ પણ ફરવાના સ્થળનું ચોક્કસ પ્લાનિંગ બનાવી શકો છો. ઈવફિૠંઙઝ તમારી અનુકૂળતા મુજબ 3-4 કે પછી અઠવાડિયાનું પ્લાનિંગ કરી આપશે. એ પણ એકદમ ફ્રી. આમ, પણ જન્માષ્ટમીની રજા નજીક છે તો આ માહિતી તમને ચોક્કસ કામ લાગશે. હવે ટ્રાવેલ પ્લાનિંગ માટે તમે અઈં ચેટ એપ છજ્ઞફળ અજ્ઞિીક્ષમ, ઠજ્ઞક્ષમયિાહફક્ષ, ઙકઅગ બુ શડ્ઢશલજ્ઞ, શઙહફક્ષ.અઈં, ઝશિા ઙહફક્ષક્ષયિ અનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમારે કેટલા દિવસની આઈટીનરી જોઈએ છે એટલાં દિવસો નાંખતાં જ તમને તમારી ટ્રીપનું પ્લાનિંગ મળી જશે. છે ને પૈસા બચાવવીને વધુ શોપિંગ કરવાની જબરદસ્ત ટેકનિક?
Airbnb થી તમે પણ પૈસા કમાઈ શકો છો !
જો તમારી પાસે કોઈ પડતર પ્રોપર્ટી છે તો તેનું લિસ્ટીંગ તમે Airbnbની વેબસાઈટ પર કરી શકો છો, જે એકદમ ફ્રી છે. તમે અશબિક્ષબ થકી તમારી પ્રોપર્ટી ભાડે આપીને પૈસા કમાઈ શકો છો. અત્યારે અશબિક્ષબમાં વિશ્વની અનેક જાણીતી પ્રોપર્ટી લિસ્ટ થયેલી છે. સામાન્ય રીતે અશબિક્ષબની પ્રોપર્ટી માટે ગેસ્ટ દ્વારા 14.2 ટકા સર્વિસ ફી (હોસ્ટની ફી અને અશબિક્ષબ ગેસ્ટ સર્વિસ ચૂકવતાં હોય છે. હોસ્ટ અશબિક્ષબની કુલ ફીના 3% વસુલતા હોય છે. એટલું જ નહીં તમારી પ્રોપર્ટીના લોકેશનની ડિમાન્ડ વધે તો તેનો પણ તમને ફાયદો મળી શકે છે.