-અન્ય યાત્રીએ ક્રુ મેમ્બર સાથે ગેરવર્તન કર્યુ: બન્નેને વિમાનમાંથી ઉતારી દેવાયા

છેલ્લા કેટલાક સમયથી વિમાનમાં યાત્રીઓના ગેરવર્તનના બનાવો વધી રહ્યા છે.આવો વધુ એક બનાવ દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી સ્પાઈસ જેટની ફલાઈટમાં બે યાત્રીઓએ ક્રુ મેમ્બર સાથે ગેરવર્તન અને એર હોસ્ટેસની છેડતી કર્યાનો બનાવ બન્યો છે.ગેરવર્તન કરનાર યાત્રીને ફલાઈટમાંથી નીચે ઉતારી દઈ તેમાંથી એકની ધરપકડ કરીને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

એર હોસ્ટેસ સાથે ગેરવર્તનનો વિડીયો પણ વાયરલ થયો છે. આઈનીઆઈ એરપોર્ટ પોલીસે જણાવ્યું હતું કે આરોપી યાત્રી જામીયાનગરનો રહેવાની છે. એર હોસ્ટેસની છેડતી કરનાર આરોપી 30 વર્ષનો યારિ અબરાર અસલમ છે.

આ મામલે સ્પાઈસ જેટનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે ઘટના ફલાઈટ નંબર એસજી-8133 માં સોમવારે બપોરે બની હતી. જયારે યાત્રીઓ ફલાઈટમાં ચડી રહ્યા હતા. મામલાની સુચના પાયલોટ અને સિકયોરીટીને અપાઈ હતી અને બન્ને યાત્રીઓને ફલાઈટમાંથી નીચે ઉતારી દેવાયા હતા. એર લાઈન્સનું કહેવુ છે કે આ વિમાન તુર્કીની કંપનીનું છે. ક્રુના મોટાભાગનાં સભ્યો તુર્કીના છે.