ગુગલે ભારતીય ટેક.કંપની સાલ્સિટ સાથે ભાગીદારી કરી AI મોડેલ ‘સ્વાસા’ તૈયાર કર્યુ
ઉધરસના અવાજો આપણે ભલે એક જેવા જ લાગે છે, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ AI દરેક માણસના ઉધરસના અવાજો વચ્ચેનો તફાવત જણાવવાની ક્ષમતા ધરાવે છે.
- Advertisement -
આના દ્વારા ફેફસાંના વિવિધ રોગો જેવા કે ટીબી કે ફેફસાંના કેન્સરને શોધી કાઢવામાં આવશે. ટેક્નોલોજીની દુનિયામાં ક્રાંતિ લાવનાર AI એ સ્વાસ્થ્ય અને તબીબી ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.
ગુગલે આ જાહેર કર્યું :
આ મહિને, ગુગલે ભારતીય ફર્મ સાલ્સિટ ટેકનોલોજીસ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. સાલ્સિટે ‘સ્વાસા’ નામનું AI ટૂલ ડિઝાઇન કર્યું છે. તે ઉધરસના અવાજનું વિશ્લેષણ કરશે અને ફેફસાંમાં થઈ રહેલાં ફેરફારો વિશે જણાવશે.
આ રીતે તે ઉપયોગી થશે :
આનાથી ભારત અને અન્ય દેશોમાં લાખો લોકોના જીવન બચાવવામાં મદદ મળશે અને તેઓને વધુ સારી આરોગ્ય સેવાઓ મળશે. જ્યાં લોકોને સમયસર સારવાર મળતી નથી ત્યાં આ ટેક્નોલોજી ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે.
- Advertisement -
માર્ચમાં, ગૂગલે વિકાસના ઉદ્દેશ્ય સાથે ભારતમાં એપોલો રેડિયોલોજી ઇન્ટરનેશનલ સાથે હાથ મિલાવ્યો હતો જેમાં આગળના કેટલાક દાયકાઓમાં આ રોગોની સ્ક્રીનીંગ માટે મફત 30 લાખ AI-સંચાલિત સ્ક્રીનીંગ પ્રદાન કરવામાં આવશે.
વધુમાં, અલ્ટ્રાસાઉન્ડ ઈમેજીસમાંથી સ્તન કેન્સરના ચિહ્નોને ઓળખી શકે તેવા AI મોડલ્સ વિકસાવવા માટે ગુગલે તાઈવાનની ચાંગ ગુંગ મેમોરિયલ હોસ્પિટલ સાથે ભાગીદારી કરી રહ્યું છે. ગૂગલની આ પહેલથી AI સાથે હેલ્થ સેક્ટરમાં સુધારો જોવા મળશે. સમગ્ર વિશ્વમાં આ ટેક્નોલોજીના ઉપયોગથી રોગોની સમયસર ઓળખ સરળતાથી થઈ જશે.
AI ઉધરસના અલગ અલગ 30 મીલીયન અવાજો ઓળખી જશે :
આ AI મોડલ ‘સ્વાસા’ રોગનું સચોટ નિદાન કરવામાં મદદ કરવા માટે, માર્ચમાં બહાર પાડવામાં આવેલ ગુગલના AI મોડલ હિયર હેલ્થ એકોસ્ટિક રિપ્રેઝન્ટેશન્સનો લાભ લેશે. AI મોડેલ હિયરને વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરવામાં આવેલા 30 મિલિયન ઓડિયો ડેટા ઓળખવા માટે તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને, હિયરની અંદરના કફ મોડલને આશરે દસ મિલિયન કફ અવાજો ઓળખવા માટેની ટ્રેનીંગ આપવામાં આવી હતી.