મુસાફરો માટે ત્વરિત અને ચોક્કસ હેલ્થ ચેક-અપની સુવિધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એરપોર્ટ ઓથોરિટી, રાજકોટ અને સિનર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌપ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હેલ્થ ચેક-અપ કિઓસ્ક શરૂ કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ અદ્યતન કિઓસ્ક દ્વારા બી.એમ.આઈ., બ્લડ પ્રેશર, એનિમિયા, ઇ.સી.જી., લિપિડ પ્રોફાઇલ, ફીવર પ્રોફાઇલ, ડાયાબિટીસ સહિત 100થી વધુ આરોગ્ય પરિમાણોની તપાસ થોડી જ મિનિટોમાં થઈ શકે છે. સાથે, જરૂર પડ્યે વિડિઓ ક્ધસલ્ટેશન પણ ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરો તેમના આરોગ્ય વિશે તરત જાણકારી મેળવી શકે.
હેલ્થ ચેક-અપ લોન્જ 20 ઓગસ્ટ 2025ના રોજ ડાયરેક્ટર શ્રી દિગંત બોહરા અને ડેપ્યુટી ડિરેક્ટર પ્રશાંત કુમાર દ્વારા ખુલ્લું મુકાયું. કાર્યક્રમમાં CISF ડેપ્યુટી કમાન્ડન્ટ અમરદીપ સિરસ્વા, કર્નલ પી.પી. વ્યાસ, સિનર્જી હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. આ સેવાથી મુસાફરો પોતાના આરોગ્યને સ્વસ્થ અને જાગૃત રાખી, મુસાફરી દરમિયાન કોઈ અડચણનો સામનો નહીં કરે.