એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ તાજેતરમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI 171 દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને અન્ય સંબંધિત એજન્સીઓને સુપરત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અહેવાલ પ્રારંભિક તપાસમાં એકત્રિત કરવામાં આવેલી માહિતી અને તકનીકી તથ્યોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 260 લોકોએ ગુમાવ્યા જીવ
અમદાવાદમાં 12 જૂન ગુરૂવારના રોજ બપોરે 1.38 વાગ્યે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી AI 171 ફ્લાઈટે ઉડાન ભરી હતી, જેની બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ વિમાન ધડાકાભેર બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારત સાથે અથડાયુ હતું. જેમાં સવાર 241 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતાં. એકમાત્ર મુસાફરનો આબાદ બચાવ થયો હતો. ઈમારતમાં ઉપસ્થિત અને આસપાસના અન્ય 19 લોકો પણ માર્યા ગયા હતાં.