અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં તપાસ શરૂ કરાઈ છે. ગઈકાલે રાત્રે ઇસ્કોન બ્રિજ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં FSL અને પોલીસની ટીમે ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું.
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની ધરપકડ કરીને તેના સોમવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. સાથે જ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. એક વખત તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને ઇસ્કોન બ્રિજ પર સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયા બાદ ગઈકાલે રાત્રે બીજી વખત આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. FSL અને પોલીસ અધિકારીઓએ બીજી વખત ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું.
- Advertisement -
FSL અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
રિકન્સ્ટ્રક્શનમાં પહેલા ડમ્પર અને થાર કારને લાવવામાં આવી હતી. ઇસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પરને એ જ પોઝિશનમાં ગોઠવવામાં આવી હતી. જે બાદ જેગુઆર કારને લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. થાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ઘટના સ્થળે ટોળું હાજર હતું, ત્યારે ગઈકાલે રાત્રે રિકન્સ્ટ્રક્શન કરતી વખતે ટોળાને હાજર રખાયું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રાતભર ઇસ્કોન બ્રિજ પર તપાસ કરી
તથ્ય કેસ મામલે તપાસ કરતા SITના સભ્યો પણ FSLની ટીમ સાથે હાજર રહ્યા હતા. પોલીસ અને FSLની ટીમ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જે સમયે અકસ્માત થયો તે સમયે એ જ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. FSLની ટીમે કેમેરામાં શૂટિંગ કરી અને ઘટનાને રેકોર્ડ પણ કરી હતી.
#WATCH | Ahmedabad | Gujarat Police bring accused Tathya Patel and his father Pragnesh to the crime spot where the accident took place on Sarkhej-Gandhinagar (SG) highway. https://t.co/gQI8uJFcjZ pic.twitter.com/hQ5969d18y
- Advertisement -
— ANI (@ANI) July 20, 2023
તપાસ કમિટીની કરાઈ છે રચના
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ કરવા માટે તપાસ કમિટી રચના કરવામાં આવી છે. તપાસ કમિટીમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે.
જેગુઆર કારના માલિકની પણ થશે તપાસ
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે હવે જેગુઆર કારના માલિકની પણ તપાસ થશે. મહત્વનું છે કે, જેગુઆર કારનો માલિક ક્રિશ વરિયા છે. આ ક્રિશના પિતા હિમાંશુ વરિયાનો પણ ગુનાહિત ઇતિહાસ છે. હિમાંશુ વરિયા400 કરોડના કૌભાંડમાં CBIના સાણસામાં આવી ચૂક્યો છે. નોંધનીય છે કે, દીકરો ક્રિશ લંડન ભણતો ત્યારે પિતા હિમાંશુ વરિયાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે પ્રજ્ઞેશ ગેંગરેપમાં તો હિમાંશુ ફાયનાન્સિયલ ફ્રોડમાં જેલના સળિયા ગણી ચૂક્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.