પોલીસ જ ટ્રાફિકના નિયમ તોડતી હોવાનું પુરવાર થયું
પોલીસ ખુદ ટ્રાફિક નિયમો પાળતી નથી તેના તસવીરી પુરાવાઓ સાથેનો વિસ્તૃત અહેવાલ ગઈકાલે ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ થયા બાદ ટ્રાફિક પોલીસ કુંભકર્ણ નિંદ્રામાંથી સફાળી જાગી હતી અને પગલાં લેવા ફરજ પડી હતી
- Advertisement -
ટ્રાફિક શાખાએ કમિશનર કચેરી, હેડ કવાર્ટરમાં કાર્યવાહી કરી: અનેક પોલીસ કર્મચારીના વાહનમાં હતી ફેન્સી નંબર પ્લેટ અને કાળી ફિલ્મ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવાનું કાર્ય કરતું પોલીસતંત્ર જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનો અહેવાલ ગતરોજ ‘ખાસ-ખબર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જ પોલીસ કર્મચારીઓને ટ્રાફિકના કાયદાનું પાલન કરવા કડક શબ્દોમાં જણાવાયું છે તેમ છતા કેટલાંક પોલીસ કર્મચારીઓ જ ટ્રાફિકના નિયમોને ઘોળીને પી ગયા હોય ગતરોજ ‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ ટ્રાફિક પોલીસને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે.
‘ખાસ-ખબર’ના અહેવાલ બાદ કમિશનર કચેરી અને હેડ કવાર્ટરમાં ટ્રાફિક શાખાની કડક ઝુંબેશથી ફફડાટ ફેલાયો છે. ટ્રાફિક શાખા દ્વારા હેડ કવાર્ટરમાં ગઈકાલે કાર્યવાહી કરવામાં આવતા નંબર પ્લેટ વગરના, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો ધરાવતા પોલીસ કર્મચારીઓએ મુખ્ય દરવાજેથી અંદર-બહાર જવાનું બંધ કરી દીધું હતું અને કેટલાક પોલીસ કર્મચારીઓએ હમ નહીં જ સુધરેંગે જેવો વર્તાવ કર્યો હતો.
- Advertisement -
https://khaskhabarrajkot.com/the-police-who-set-out-to-teach-traffic-rules-to-the-entire-village-are-themselves-experts-in-breaking-the-rules/