રાજકોટ લોકસભાની ચૂંટણીમાં પારસી જેવી સૌથી નાની લઘુમતીના ઉમેદવાર બે વાર વિજેતા થયા છે
1…1963ના મે માસમાં યોજવામાં આવેલ રાજકોટ લોકસભાની પ્રથમ પેટા ચૂંટણી યુ.એન. ઢેબરભાઇ એ રાજકોટ ના સાંસદ તરીકે રાજીનામુ આપતા આવેલ હતી. આ પેટા ચુટણીમાં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર મુંબઈ ના પૂર્વ મેયર બેરિસ્ટર શ્રી મીનું મસાની કોંગ્રેસ ના શ્રી જેઠાલાલ જોષીને હરાવીને પ્રથમવાર વિજેતા બન્યા અને 1967 માં લોકસભાની સામાન્ય ચૂંટણી માં સ્વતંત્ર પક્ષના શ્રી મીનું મસાની કોંગ્રેસના ઉમેદવાર શ્રી વલ્લભભાઈ પટેલને હરાવીને બીજીવાર વિજેતા બન્યા હતા.
- Advertisement -
2…1972મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ને બહુમતી પ્રાપ્ત થતા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેન્દ્રના ઔદ્યોગિક વીકાસ ખાતાના પ્રધાન અને રાજકોટના લોકસભાના સાંસદ શ્રી ઘનશ્યામભાઈ ઓઝાએ શપથ લીધેલા હતા. શ્રી ઓઝા ગુજરાત રાજ્ય ની વિધાનસભા માં ચૂંટાયેલા ન હતા તેથી તેઓ અમદાવાદ જિલ્લાના દહેગામની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાંભારતીય જનસંઘના ગાભાજી ઠાકોર ને હરાવીને પેટા ચૂંટણી જીત્યા હતા. આ પેટા ચૂંટણી જીત્યા બાદ રાજકોટ લોકસભાની પેટાચૂંટણી યોજાયેલી હતી. આ પેટાચૂંટણી માં શાસક કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધોરાજી ના શ્રી અરવિદભાઇ મોહનભાઇ પટેલ સંસ્થા કોંગ્રેસ ના ઉમેદવાર શ્રી રતિલાલ તન્ના ને હરાવીને વિજેતા બન્યા હતા.
3…1977માં કટોકટી પછીની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજકોટ લોકસભાની ચૂંટણીમાં જનતા મોરચાના ઉમેદવાર તરીકે શ્રી કેશુભાઈ પટેલે કોંગ્રેસના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ પટેલને હરાવીને વિજેતા બન્યા હતા. શ્રી કેશુભાઈ પટેલ સાંસદ બન્યા ત્યારે તેઓ રાજકોટ-1 વિધાનસભા માથી ધારાસભ્ય તરીકે કાર્યરત હતા. તેથી એ સમયે જનતા મોરચાના એક ઘટક પક્ષ ભારતીય જનસંઘ કેશુભાઈ પટેલને ગુજરાત રાજ્યના રાજકારણ માં સક્રિય રાખવાનું નકકી કરેલ હતું તેથી શ્રી કેશુભાઈ પટેલ સાંસદ તરીકે શપથ ન લેતા રાજીનામુ આપેલ હતું. અને ધારાસભ્ય તરીકે તેઓ કાર્યરત રહ્યા હતા. અને તેના કારણે રાજકોટ લોકસભાની પેટાચૂંટણી આવેલ હતી. આ પેટા ચુંટણી માં જનતાપાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી ચીમનભાઈ શુક્લ કોંગ્રેસના શ્રી અરવિંદભાઈ પટેલને હરાવીને વિજેતા બન્યા હતા.
પોરબંદર લોકસભાની ની ચૂંટણીમાં 1980 ની સામાન્ય ચુટણીમાં કોંગ્રેસના પૂર્વ નાણા પ્રધાન અને પૂર્વ ધારાસભ્ય શ્રી માલદેવજી ઓડેદરા ચૂંટાયેલા હતા.તેઓ 1982માં અવસાન પામ્યા તેથી 1983માં પોરબંદર લોકસભાની પેટાચૂંટણી આવેલ હતી. આ પેટા ચુંટણી માં તેમના પુત્ર ભરતભાઇ ઓડેદરા ભાજપના હાજી ઈબ્રાહીમ સુપેડીવાળા( ધોરાજી)ને હરાવીને વિજેતા બન્યા હતા.
4…પોરબંદર લોકસભાની 2009 ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા ભાજપના મનસુખભાઇ ખાચરિયાને હરાવીને વિજેતા બન્યા હતા.
- Advertisement -
5…2013માં શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા એ ભાજપમાં જોડાવવા નો ઇરાદો જાહેર કરતા તેઓ ભાજપ માં રાજકીય પ્રવેશ કરેલ અને લોકસભામાં કોંગ્રેસના સાંસદ તરીકે રાજીનામુ આપી પોરબંદર લોકસભાની બેઠકની પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચુટણી લડી વિજેતા બન્યા હતા.
6…1967માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાવનગર લોકસભાની બેઠક ઉપર ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી ડો. જીવરાજભાઈ મહેતા ચૂંટાયેલા હતા. તેઓએ 1969માં લોકસભાના સભ્યપદેથી રાજીનામુ આપતા સંસ્થા કોંગ્રેસના શ્રી પ્રસનવદન મહેતા ચૂંટાયેલા હતા. તેઓ 1971 તથા 1977 વધુ બે ટર્મ માટે સાંસદ તરીકે ચુંટાયેલા હતા.