ભાજપે કેરોસીન છાંટ્યું છેે, માત્ર એક ચિનગારી આગ ભડકાવશે: રાહુલ ગાંધી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના વર્ષમાં રાજકીય ગરમી આવી જ ગઇ છે અને છેલ્લા કેટલાક સમયથી ધર્મ આધારિત રાજનીતિએ પણ જોર પકડ્યું છે તેવા સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આરએસએસ તથા ભાજપ પર આકરા પ્રહારોનો મારો ચલાવ્યો છે અને એમ કહ્યું છે કે, ભાજપ તથા સંઘે સમગ્ર દેશમાં કેરોસીન છાંટી દીધું છે માત્ર એક ચિનગારીથી આગ ભડકી જવાનું જોખમ સર્જાયું છે. લંડન ખાતે કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ‘આઈડીયાઝ ફોર ઇન્ડીયા’ સંમેલનમાં ભાગ લેવા ગયેલા રાહુલ ગાંધીએ સંબોધનમાં ભારતનાં લોકતંત્ર, આરએસએસથી લઇને ભાજપ અને ચીન સાથે ભારતનાં સરહદી વિવાદના મુદ્દા પર પ્રહારો કર્યા હતા. ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આરોપ મુકતા કોંગ્રેસના નેતાએ એવો આકરો પ્રહાર કર્યો હતો કે ભાજપે સમગ્ર દેશમાં કેરોસીન છાંટી દીધું છે એક ચિનગારી પણ આગ ભડકાવી શકે છે