ત્યારે પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર બાદ હવે CNG ગેસમાં પ્રતિ કિલોએ રૂપિયા 5નો વધારો થતા જનતાને વધુ એક ઝટકો લાગ્યો
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ અદાણી જૂથ દ્વારા CNGની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી CNGની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે.
આ સાથે જ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો.સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર શુક્રવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડર પર નહીં, પરંતુ હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા કોમર્શિયલ સિલિન્ડર પર કર્યો છે. તેનાથી ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ કરતા સામાન્ય ગ્રાહકોને રાહત મળી છે.ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ હાલમાં જ લગભગ 10 દિવસ પહેલા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો હતો, જ્યારે આ કંપનીઓએ 22 માર્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો.