એમને લાગે છે કે, ધનપતિઓ તેમનાં હિસ્સાનું ધન ઓળવી ગયા છે, આવી માન્યતાનું મૂળ કારણ ઈર્ષ્યા છે, જ્યાં સુધી પોતે ધનવાન ન બની જાય ત્યાં લગી સામાન્યજન સામ્યવાદી હોય છે, એકવાર ખૂદ ધનમાં આળોટવા લાગે પછી એ મૂડીવાદી બને છે
સમાચાર આવ્યા છે કે, તોફાને ચડેલાં ખેડૂત આંદોલનકારોએ પંજાબમાં જીઓ ટેલીકોમનાં સેંકડો ટાવર્સ તોડી નાંખ્યા છે, કેટલાંક લોકોએ, તેમાંથી કહેવાતા અને નકલી તથા સ્વયંઘોષિત જગતનાં તાતોએ અંબાણી-અદાણી વિરુદ્ધ જાણે મોરચો માંડ્યો છે. કૃષિ કાનૂનથી અદાણી-અંબાણીને ફાયદો હોય કે નહીં, ખેડૂતોને તો કશું જ નુકસાન નથી, હા ! ફાયદો બેશક છે. પરંતુ આપણે કૃષિ કાનૂન અને તેની અસરો કે ફાયદાઓ અંગે ચર્ચા નથી કરવી. આપણે તો એ મુદ્દે વાત કરવી છે કે, “અદાણી-અંબાણી” ફોબિયા છેવટે છે શું ? દરેક મુદ્દે શું અદાણી-અંબાણીનું નામ લેવું જરૂરી છે?
ના. બિલકુલ નહીં. “અદાણી-અંબાણી” ફોબિયા પાછળની માનસિકતા સમજવા જેવી છે. આ માટે તાત્વિક મનોમંથન અનિવાર્ય ગણાય. બને છે એવું કે, દેશનો સરેરાશ નાગરિક દિમાગથી સામ્યવાદી કે સમાજવાદી વિચારધારા ધરાવે છે. આ ગરીબ, મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ હંમેશા એક પ્રકારની ગ્રંથીથી પીડાતો હોય છે. એ ધનિકોને, ધનકુબેરોને પોતાનાં દુશ્મન સમજે છે. એમને લાગે છે કે, ધનપતિઓ તેમનાં હિસ્સાનું ધન ઓળવી ગયા છે. આવી માન્યતાનું મૂળ કારણ ઈર્ષ્યા છે. જ્યાં સુધી પોતે ધનવાન ન બની જાય ત્યાં લગી સામાન્યજન સામ્યવાદી હોય છે. એકવાર ખૂદ ધનમાં આળોટવા લાગે પછી એ મૂડીવાદી બને છે.
વાસ્તવિકતા એ છે કે, સરકાર કોઈપણ પક્ષની હોય પરંતુ ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ અને વજન દરેક યુગમાં રહેવાનું,
ઠેઠ પુરાણકાળથી આ જ સ્થિતિ છે, આવી જ પ્રથા છે,
તેમાં નવું કશું જ નથી, અગાઉ રાજા-મહારાજાઓનાં સમયમાં તે વખતના મોટાં વેપારીઓ નગરશેઠ તરીકે ઓળખાતાં
તેમાં નવું કશું જ નથી, અગાઉ રાજા-મહારાજાઓનાં સમયમાં તે વખતના મોટાં વેપારીઓ નગરશેઠ તરીકે ઓળખાતાં
ઉદ્યોગપતિઓ અને ધનકુબેરો હંમેશાથી સામાન્યજન માટે સોફ્ટ ટાર્ગેટ હોય છે. રાજકારણીઓ પણ સામાન્ય નાગરિકની આ મનોવૃત્તિ બરાબર સમજે છે, તેથી જ તેઓ માર્કેટમાં “અદાણી-અંબાણી” જેવાં ગતકડાં વહેતાં મૂકે છે. પછી ચોક્કસ વર્ગનાં લોકો આ સૂત્રને માથે ચડાવી ને ખૂબ નાચે છે, મન મૂકીને નાચે છે. વિપક્ષનાં નેતા જ્યારે કહે છે કે, “આ તો માત્ર પાંચ ઉદ્યોગપતિઓની જ સરકાર છે!” ત્યારે લોકોને મોજ પડી જાય છે, જાણે કોઈ નશાની કિક લાગી હોય એવું તેઓ અનુભવે છે. વાસ્તવિકતા એ છે કે, સરકાર કોઈપણ પક્ષની હોય પરંતુ ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ અને વજન દરેક યુગમાં રહેવાનું. ઠેઠ પુરાણકાળથી આ જ સ્થિતિ છે, આવી જ પ્રથા છે. તેમાં નવું કશું જ નથી. અગાઉ રાજા-મહારાજાઓનાં સમયમાં તે વખતના મોટાં વેપારીઓ નગરશેઠ તરીકે ઓળખાતાં. આ નગરશેઠ અને અન્ય મોટા વેપારીઓને રાજા સાથે ઘનિષ્ઠ સંબંધો રહેતાં. રાજાઓ વેપારનાં નિયમો અને વેરા એવા રાખતા કે, જેનાંથી વેપારીઓને ખૂબ બિઝનેસ મળે, તેનાં થકી સમૃદ્ધિ વધે, રોજગારીની તકો વધે અને સરવાળે સર્વાંગી વિકાસ થાય. તેનાં બદલામાં વેપારીઓ, શેઠ વગેરે દરેક સંકટ વેળાએ રાજ્યની પડખે ઉભા રહેતાં હતાં. દુષ્કાળ પડયો હોય તો તેઓ અનાજનાં ભંડાર ખુલ્લા મૂકી દેતાં હતાં અને યુદ્ધ વખતે શસ્ત્ર-સરંજામ માટે તિજોરી ખુલ્લી મૂકી દેતાં હતાં. જરૂરિયાત સમયે તેઓ રાજ્યની અને પ્રજાની સાથે રહેતાં.
- Advertisement -
તેઓ ભારતીય જ છે દેશની સિસ્ટમ સાથે બથોડા લેતાં-લેતાં
અને ક્યારેક આ સિસ્ટમમાં જાત ઓગળી ને તો કોઈ વખત આ સિસ્ટમને કચડીને તેઓ શિખર પર પહોંચ્યા છે. આપણે સૌ ત્યાં પહોંચવા ઈચ્છતા જ હતાં અથવા તો ઇચ્છીએ જ છીએ. પહોંચી નથી શક્યા તેની દાઝ છે, તેની બળતરા છે
અને ક્યારેક આ સિસ્ટમમાં જાત ઓગળી ને તો કોઈ વખત આ સિસ્ટમને કચડીને તેઓ શિખર પર પહોંચ્યા છે. આપણે સૌ ત્યાં પહોંચવા ઈચ્છતા જ હતાં અથવા તો ઇચ્છીએ જ છીએ. પહોંચી નથી શક્યા તેની દાઝ છે, તેની બળતરા છે
કશું જ નવું નથી. રાણા પ્રતાપ અને ભામાશાનું ઉદાહરણ જાણીતું જ છે. ઇતિહાસમાં આવા અગણિત દાખલાઓ જોવા મળશે. ઉદ્યોગપતિઓ આપણાં સમાજનું મહત્વનું અંગ છે, એ દરેક યુગમાં સ્વીકૃત બાબત રહી છે. મોદી આવ્યા પછી તેમને ટાર્ગેટ કરવા ધનકુબેરોને ગાળો ભાંડવામાં આવે છે, અરવિંદ કેજરીવાલ ટાઈપની વિધ્વંશક અને અરાજકતાવાદી રાજનીતિમાં ધનપતિઓને શાબ્દિક ડામ દેવાનો જાણે એક રિવાજ બની ગયો છે. ધનપતિઓ સામે આખરે વાંધો શો છે? કૃષિને એક મહાન વ્યવસાય ગણો તેનો વાંધો નથી, સૈન્યનાં જવાનો પણ પવિત્ર ફરજ બજાવે છે. આ વિશે કોઈને શંકા ન હોવી જોઈએ. પરંતુ બાકીનાં ઉદ્યોગોને, ધંધાઓને, વ્યવસાયોને તુચ્છ ગણો એ હરગીઝ યોગ્ય નથી.
દેશનાં વિકાસમાં શું વૈજ્ઞાનિકોની કશી જ ભૂમિકા નથી? આજે રાતોરાત કોરોના વેક્સિન આવી ત્યારે આપણને વૈજ્ઞાનિકોનું મહત્વ સમજાયું. શું જગતનો તાત ખેતી કરીને વેક્સિન ઉગાડી શકવાનો હતો? ડોક્ટર્સ, ઇજનેરો, વેપારીઓ, વ્યવસાયીઓ, ઉદ્યોગકારો, શ્રમિકો, સાયન્ટિસ્ટસ, શેરબ્રોકર્સ, બેન્કર્સ, બિલ્ડર્સ, નોકરિયાતો, રાજકારણીઓ, અધિકારીઓ અને બીજા અનેક વર્ગોનું રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન છે. અને જેને આપણે રાત-દિવસ ગાળો ભાંડીએ છીએ તે અદાણી-અંબાણી, તાતા, પ્રેમજી, બિરલા અને બજાજ પણ આ જ વર્ગમાંથી આવે છે. તેઓ બિન ભારતીય પણ નથી અને આકાશમાંથી ટપકી પડ્યા હોય એવું પણ નથી. તેઓ ભારતીય જ છે દેશની સિસ્ટમ સાથે બથોડા લેતાં-લેતાં અને ક્યારેક આ સિસ્ટમમાં જાત ઓગળી ને તો કોઈ વખત આ સિસ્ટમને કચડીને તેઓ શિખર પર પહોંચ્યા છે. આપણે સૌ ત્યાં પહોંચવા ઈચ્છતા જ હતાં અથવા તો ઇચ્છીએ જ છીએ. પહોંચી નથી શક્યા તેની દાઝ છે, તેની બળતરા છે.
અદાણી-અંબાણી, તાતા-બિરલા અને નારાયણ મૂર્તિ કે અઝિમ પ્રેમજી એ કરી શક્યા જે તેઓ કરવા માંગતા હતા. કદાચ આપણે નથી કરી શક્યા. આપણે કદાચ જાણતાં પણ ન હોઈએ તે રીતે તેઓ આપણાં જીવનને સ્પર્શતા હોય છે. આપણી જિંદગીમાં પરિવર્તન આણતા હોય છે. જેમ કિસાનો, જવાનોનો આ દેશનાં વિકાસમાં મહત્વપૂર્ણ રોલ છે, તેવી જ રીતે ઉદ્યોગકારોની પણ બહુ મોટી ભૂમિકા છે. તેઓ કોઈ ખલનાયક નથી, જેમ કિસાનોની અને નોકરિયાતોની પોતાની તકલીફો હોય છે અને એ દૂર કરવા માટેની માંગ હોય છે તેમ ઉદ્યોગકારોની આગવી સમસ્યાઓ અને માંગ હોય છે. ખેડૂતો અને નોકરિયાતો ઈચ્છે છે કે, તેમને મદદ મળે તેવી પોલિસી સરકાર બનાવે, ઉદ્યોગકારો પણ એવું ઈચ્છતા હોય છે. સફાઈ કામદારથી લઈને શિક્ષકો, ડોક્ટર્સ, વકીલો, વેપારીઓ, ફેરિયાઓ અને જવાનો સુધીનાં સૌ કોઈને સરકાર પાસેથી અપેક્ષાઓ હોય છે તેમ ઉદ્યોગપતિઓને પણ હોય છે. દરેક વર્ગની કેટલીક માંગ સંતોષાય, કેટલીક ફગાવાઈ પણ જાય છે. બહુ સિમ્પલ છે પણ, માનસિકતા જ ઉદ્યોગપતિ વિરોધી હોય તો તેનો કોઈ ઈલાજ નથી. અદાણી-અંબાણીને ભાંડવાથી આપણાં ’દિ વળવાના નથી. ઉદ્યોગકારો તો ભારત જેવા દેશ માટે કરોડરજ્જુથી કમ નથી. તેઓ કેવી રીતે અને કેટલી હદે આપણું જીવન પરિવર્તિત કરી રહ્યા છે તેની ચર્ચા આવતા અઠવાડિયે કરીશું.