126 વર્ષ પહેલા સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાંનુ એક ગરૂડ બનાવી આપ્યું હતું ત્યારથી પ્રખ્યાત
74 વર્ષ બાદ ગરૂડમાં ફેરફાર કરી વજન ઘટાડી લાઈટિંગ ગોઠવવામાં આવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં થતી પ્રાચીન ગરબીઓએ આજના યુગના ઝડપી ડિસ્કોક દાંડિયાના મોહની વચ્ચે પણ સંસ્કૃીતિને જાળવી રાખી છે, પ્રાચીન ગરબીઓમાં સૌરાષ્ટ્રની સંસ્કૃવતિની મીઠી સુગંધ આવે છે, આવી સંસ્કૃાતિને જાળવી રાખતી 126 વર્ષ જુની એવી ગરૂડ ગરબીમાં પ્રાચીન રાસને પ્રાચીન ગરબા નિહાળવા આવે છે. 74 વર્ષ બાદ ગરૂડમાં ફેરફાર કરી વજન ઘટાડી લાઈટિંગ ગોઠવવામાં આવી છે.
રાજકોટ શહેરમા ઘણીબધી પ્રાચીન ગરબીઓ થાય છે. તેમાની પ્રચલિત ગરૂડ ગરબી રાજકોટના રામનાથપરા વિસ્તારરમાં આશરે 126 વર્ષથી પણ પહેલાથી થઈ રહી છે. રાજકોટના છેવાડો ગણાતા રામનાથપરા વિસ્તા રમાં માતાજી અંબામાંનો ગઢ છે. પહેલા ગઢ પર સિપાહીઓ રાજકોટની રખેવાળી કરવા બેસતા, ત્યા માઁ અંબાની સ્થાનપના કરવામા આવી ત્યા રથી ગરબી રમાડવામાં આવે છે. ફાનસ લઈને ગરબી રમાડવામાં આવતી.
સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનુ એક ગરૂડ બનાવી આપ્યું જે ત્યાંરથી લઈ આજ સુધી છે. પહેલા ફક્તક ભગવાનના પાત્રો બનેલા પાત્રોને ગરૂડમાંથી નીચે ઉતારવામા આવતા હતા ત્યા્રબાદ ગરબીની બાળાઓને અને ત્યોરબાદ દર્શને આવેલા બાળકોને ઉતારવામા આવે છે. ગરૂડ વિશે કહેવાય છેકે ગરૂડની સવારી કરીને જે બાળક નીચે ઉતરે છે. તે બાળક આખુ વર્ષ બીમાર નથી પડતુને બાળકને રાતની બીકને કારણે જાગી જાય છે. તે બીક દુર થાય છે. ગરૂડ ગરબીમાં ગરબીની 37 બાળાઓ સૌપ્રથમ સ્વા ગતમાં માં-અંબા જોગણી સ્વડરૂપ ગરૂડમાથી ઉતરે છે અને રાસગરબાની શરૂઆત રાસ હુડોરાસ, નડિયાદીફુદેડી રાસ, ત્રિશૂલરાસ, મશાલ રાસ, ઘુમટા રાસ, સિંધી રાસ ખુબ પ્રચલિત છે.
- Advertisement -
જોકર અને બંદર મનોરંજન પૂરું પાડે છે
અહીં ગરબી જોવા આવતા લોકો માટે જોકર અને બંદર મનોરંજન પુરૂ પાડે છે. ભૂલકાઓથી લઈને વડીલો દરેક આનંદમાં આવી જાય છે