ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રોજબરોજ શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગઇકાલે વધુ આઠ રખડતા ઢોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ તેમના પર લગાડવામાં આવતા આરએફઆઇડી ચીપની સંખ્યા 20 થઇ હતી. તેમજ શહેરના મજેવડી દરવાજાથી દોલતપરા ગેઇટ સુધી કુલ 17 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેની સાથે શહેરમાં બીનકાયદેસર જાહેર માર્ગો પર ઘાસચારાનું વેંચાણ કરતા ઇસમો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
જૂનાગઢ મનપા દ્વારા રખડતાં ઢોર અને દબાણો દૂર કરવાની કાર્યવાહી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/11/0-20.gif)