ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 21/10/2023થી 24/10/2023 દરમિયાન જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શુક્રવારી બજાર સ્ટાર્સ સોસાયટી, પંચનાથ મંદિર શેરી નં-01, એકલ્વ્ય ચોક, ગાયત્રીનગર મેઈન રોડ, જ્યુબેલી માર્કેટ, કાલાવડ રોડ, ભીમનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, બાપાસિતારામ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂપ 22 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.