કાયદેસર પુરાવાના અભાવે આરોપીનો નિર્દોષ છૂટકારો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા. 8
પોરબંદર શહેરના બંદર વિસ્તારના જાણીતા ડીઝલ પંપ, ભગત પેટ્રોલીયમના માલિકે 43 લાખ રૂપિયાના બે ચેક રીટર્ન મામલે આરોપી ભરત પ્રેમજી પોસ્તરીયાની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ, આ કેસમાં કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ છૂટકારો કરવામાં આવ્યો છે. કેસની વિગત એવી છે કે, ડીઝલના બાકી નિકળતા બે ચેકો પરત ફરતા માલિકે પોરબંદર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપી તરફેથી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદી પાસે કોઈ કાયદેસર પુરાવા નથી કે આરોપી પર બાકી રકમ ચુકવવાની બાધ્યતા છે.
- Advertisement -
ફરિયાદીના હિસાબી ચોપડા, બેંક સ્ટેટમેન્ટ અને લાયસન્સ સહિતના પુરાવાઓ રજુ ન થતા કોર્ટને આરોપીનો નિર્દોષ છૂટકારો કરવાની ફરજ પડી. આ કેસમાં પોરબંદરના જાણીતા એડવોકેટ્સ, જગદિશમાધવ મોતીવરસ, હેતલબેન સલેટ, જય ડી. સલેટ, દર્શનાબેન પુરોહિત, રીનાબેન ખુંટી, ફૈઝાનહાલાઈ તથા નાગાજણ ઓડેદરા સહિતના વકીલોનું યોગદાન રહ્યું. કોર્ટના આ ચુકાદા દ્વારા ન્યાયની વિજ્ઞાની પ્રક્રિયાની શ્રેષ્ઠતા સાબિત થઈ છે, અને એ દલીલનો આધાર રાખી કે કોઈ કાયદેસર લેણું પુરવાર થવું જરૂરી છે.