આયુર્વેદ અનુસાર અમે કેટલીક એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ કે તમારે કયા પ્રકારનો ખોરાક કયા વાસણમાં સ્ટોર કરવો જોઈએ જેથી કરીને તમારા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખોટી અસર ન પડે.

બચેલા ખોરાકનો સંગ્રહ કેવી રીતે કરવો તેના પર આપણે બિલકુલ ધ્યાન નથી આપતા. કોઈ પણ પ્લાસ્ટીક અથવા સ્ટીલના ડબ્બામાં ભરીને તેને ફ્રિઝમાં મુકી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે આનાથી માત્ર ખોરાકના પોષણ અને સ્વાદમાં જ ફરક નથી પડતો, પરંતુ તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

જી હા આજે અમે તમને આયુર્વેદ અનુસાર કેટલીક એવી ટિપ્સ આપી રહ્યા છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે તમારે કયા પ્રકારનો ખોરાક કયા વાસણમાં સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને તમારા સ્વાસ્થ્ય પર તેની કોઈ ખોટી અસર ન પડે. ચાલો જાણીએ કે બચેલા ખોરાકનો સંગ્રહ કેવી રીતે કરવો.

જ્યુસ અને સિરપને આ રીતે કરો સ્ટોર
જ્યુસ અને સિરપ જેવી વસ્તુઓને તમારે કોઈ પણ વાસણમાં આમ જ સ્ટોર ન કરવા જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ માટે તમારે ચાંદીના વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ.

ઘી કેવી રીતે સ્ટોર કરશો?
ઘીનો ઉપયોગ મોટાભાગે ભારતીય રસોડામાં થાય છે. જો તમે ઘરે ઘી બનાવો છો તો તે ખૂબ જ સારું છે. પરંતુ જો તમે તેને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખીને તેનો ઉપયોગ કરો છો, તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જી હા ઘી લોખંડના વાસણમાં અથવા કાચની બરણીમાં રાખો.

ખાટી વસ્તુઓને આ રીતે કરો સ્ટોર
ખાટી વસ્તુઓને ખાસ કરીને માટીના વાસણોમાં સ્ટોર કરો. અથવા તો તમે ચીની માટીના વાસણોનો પણ ઉપયોગ કરી શકો છો. જેથી તેના કારણે શરીરમાં કોઈ રિએક્શન ન આવે અને ભોજન પણ બગડે નહીં. ખાસ કરીને અથાણાં જેવી ખાટી વસ્તુઓ બોઝાનમાં રાખવામાં આવે છે.