ઇજાગ્રસ્તના પરીવારજનોએ કારના કાચ ફોડ્યા અને ટ્રાફિક જામ સર્જાયો વિડિયો વાઇરલ થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા- સાવરકુંડલા રોડ પર એક ગંભીર પ્રકારની ધટના સામે આવી હતી. રાજુલા-સાવરકુંડલા રોડ પર ગૌશાળા નજીક પેટ્રોલ પંપ પાસે ફોરવ્હીલ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિને ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતમાં બાદ બાઇક સવારના પરીવારજનો બહોળી સંખ્યામાં ધટના સ્થળે આવ્યા હતા. અને ગુસ્સો ભરાયને પરીવારજનોએ ફોરવ્હીલ કારની તોડફોડ કરી હંગામો મચાવ્યો હતો. અને ફોરવ્હીલ કારના કાચ ફોડ્યા હતા.
તેમજ એક નિર્દોષ રાહદારીઓ વાહનને નુકસાન ન કરવાની સલાહ આપતાં ગુસ્સો થયેલા લોકોએ તેના પર દોરડું લાવીને તેના પર હુમલો કર્યો હતો. આ ધટનાને લઇ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ રાજુલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને ટ્રાફિક દૂર કર્યો હતો. હાલ રાજુલા પોલીસે હુમલાખોરો સામે પોલીસ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અને સમગ્ર મામલે વધું તપાસ હાથ ધરી છે.



