શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
અખબારોની પૂર્તિમાં આવતી સેક્સ-સમસ્યાઓની કોલમ જેમ ચર્ચ્યા વગર, ઉડતી નજરે વંચાતી હોય છે, આમ જૂઓ તો આ એવી જ વાત છે. આવી કોલમને કારણે કંઈ આપણે અખબાર બંધ કરાવી દેતાં નથી તેમ ઓટીટી પ્લેટફોર્મ પર એવી કેટલીય વેબસિરિઝ છે કે જે સપરિવાર તો નહીં, સજોડે બેસીને જોવામાં પણ કદાચ, રુચિ ન જાગે. એને એકલાં-એકલાં જ વધુ એન્જોય કરી શકાય. ફરી એક્વાર તમારી ધારણા ખોટી પાડવાની કે આપણે કોઈ એક્સ રેટેડ વેબસિરિઝની વાત કરતાં નથી અને કરવાના નથી. આ એકદમ રિયાલિસ્ટીક એપ્રોચ અને તળપદા અને રિઅલ ટોનમાં જ ફિલ્માવાતી ગેંગસ્ટરો અને ગેંગવોરની વેબસિરિઝની વાત થઈ રહી છે. સેક્રેડ ગેમ્સ, બિચ્છુ કા ખેલ, જામતારા, ભૌકાલ, ક્રિમીનલ જસ્ટીસ, રંગબાઝ…. જેવી અનેક વેબસિરિઝની એક નહિં, બે-બે અને અભય જેવી સિરિઝની ત્રણ-ત્રણ સિઝન ઓટીટી પ્લેટફોર્મ સ્ટ્રીમ થઈ ચૂકી છે. તેમાં ક્યાંક જુગુપ્સા જગાવે તેવા સેક્સ શ્યોનો સમાવેશ થયો છે પણ વાસ્તવિક શ્યો બનાવવા અને પાત્રોનું સાચુકલાપણું બયાન કરવા માટે તેમાં અપશબ્દો (ભુંડા બોલી ગાળો)નો ય ભરપૂર ઉપયોગ થતો હોય છે, જે યાર દોસ્તો કે સમવયસ્ક અને સમ-મિજાજ બહેનપણીઓ સિવાય અન્ય સાથે જોવામાં અનકમ્ફર્ટેબલ થઈ જવાય.
બેબાક જબાન અને મિજાજને છલકાવતી છતાં જોયા પછી કે જોતાં દરમિયાન મનોરજંનનો તડકો બરાબર લાગે, એવી બે વેબિસિરિઝની આજે અહીં હાઈલાઈટસ આપવી છે.
- Advertisement -
અનદેખી (બે સિઝન) અને અપહરણ (બન્ને સિઝન) નામની આ બન્ને સિરિઝને પ્રતિષ્ઠિત ગણાતી આઈએમડીબી (ઈન્ટરનેટ મૂવી ડાટા બેઈઝ)પર તેને (દશમાંથી) સાડા આઠથી વધુ પોઈન્ટના રેટિંગ્ઝ દર્શકો તરફથી અપાયા છે, એટલે યાદ રાખવું કે, એ વેબસિરિઝને ફાલતુ ગણી લેવામાં આપણી જ ના-સમજી છે .
અપહરણ
અપહરણ વુટ સિલેકટ પર સ્ટ્રીમ થયેલી અપહરણ (સબકા કટેગા) ની બન્ને સિઝનમાં થીમ અપહરણની છે પણ બન્નેમાં કિસ્સા અને લોકાલ અલગ છે. પહેલી સિઝનમાં હરિારનો અપહરણ સ્પેશ્યાલિસ્ટ રૂ શ્રીવાસ્તવ એક શ્રીમંતની પુત્રીનું અપહરણ કરે છે પરંતુ ડગલે ને પગલે તેમાં ઊંધુંચતુું થતું રહે છે. અપહરણના એ કિસ્સાની પુર્ણાહુતિ પછી રૂ શ્રીવાસ્તવ અને તેની પત્ની રંજના વચ્ચેના સંબંધમાં ખટૃાશ આવી ગઈ છે અને રંજના ડ્રગ્ઝના રવાડે ચડી જાય છે અને અહીંથી શરૂ થતી બીજી સિઝનમાં રો-ઓફિસર બ્લેકમેઈલ કરીને, પરાણે રૂ શ્રીવાસ્તવને એક અન્ય ગેંગસ્ટરનું અપહરણ કરવા માટે સબર્બિયા મોકલે છે, જયાં તેની સાથે નવી ઓળખ માટે નકલી પત્ની પણ હોય છે અને… અપહરણ સિરિઝની બન્ને સિઝન રૂ શ્રીવાસ્તવના નેરેશન સાથે આગળ વધે છે. અંગે્રજીમાં શૂન્ય એવા રૂ (અભિમન્યુ સિંહ)નો મિજાજ હંમેશા ગરમ તાવડા જેવો રહે છે, જેમાં ધાણી ફૂટે તેમ અવિરત ગાળોની બૌછાર વહેતી રહે છે. અપશબ્દોનું આ લઝીઝ આવરણ અપહરણની એવી સ્ટ્રોંગ ઓળખ છે કે એપિસોડના અંતે આવતાં ટાઈટલ્સ વખતના ગીતમાં પણ તેની જ રમઝટ છે. બેશક, અપશબ્દોમાંથી પણ રમૂજનો ધોરિયો કેમ ફૂટે, એ ડાયલોગ રાઈટર વરૂણ બડોલાએ અપહરણ માં દેખાડયું છે. માત્ર આ ડાયલોગ અને અપશબ્દોસભર નેરેશન માટે પણ અપહરણ જોવી પડે એટલી રસપ્રદ છે જ, જો કે આ ઉપરાંત અભિમન્યુ સિંહ ઉપરાંત દુબેજી બનતા સાનંદ વર્મા (જે હવે નપુંસક બની ગયો છે) અને હસી પડાય તેવી રીતે ગાળો બોલતી ગિલ્લોરી (સ્નેહીલ દીક્ષિત મહેરા) માટે પણ અપહરણ જોઈ લેશો તો સરપ્રાઈઝ પેકેટ તરીકે જમ્પીંગ જેક જીતેન્દ્ર બોનસમાં જોવા મળશે
અનદેખી
- Advertisement -
મનાલીના માથાભારે અટવાલ ફેમિલીના લગ્ન પ્રસંગમાં એક ડાન્સરનું, દારૂના નશામાં પરિવારના મુખિયા પાપાજીથી હત્યા થઈ જાય છે, લગ્નનું વિડિયો રેકોર્ડિગ કરી રહેલાં કેમેરામાં એ ફુટેજ શૂટ થઈ જાય છે અને પછી ….
સોની લીવ પર સ્ટ્રીમ થયેલી અનદેખી સિરિઝની બન્ને સિઝનમાં આ એક જ હત્યાની ઘટના પછીના પડછાયાંનો ઘટનાક્રમ દર્શાવાયો છે અને એ એટલો ઈન્ટરેસ્ટીંગ છે કે બન્ને સિઝન જોઈ ચૂકેલાં તેની નેકસ્ટ સિઝનની રાહ જોઈ રહ્યાં છે. હિંસા, ગાળાગાળી, ટવિસ્ટ એન્ડ ટર્નડ અને નિદર્ય અટવાલ ફેમિલી, જીવ બચાવવા મથતી વિડિયો કેમેરાની ટીમ, બદલો લેવા આતુર મૃતક ડાન્સરની બહેન, બંગાલી પોલીસ અધિકારીની તપાસ અને અટવાલ ફેમિલીને ધિક્કારતી નવપરિણીત પુત્રવધુ (જેના વિવાહમાં જ મર્ડર થયેલું) ના દાવપેચ… પુખ્ત લેવલનું કહી શકાય એવા મનોરંજનનું આ વેબસિરિઝમાં નશીલું કોકટેલ છે પણ આ બધામાં શિરમોર આપણા ગુજરાતી એકટર હર્ષ છાયાએ પંજાબી પિયક્કડ પાપાજીનું ભજવેલું પાત્ર છે. હર્ષ છાયાએ ભજવેલું આ કિરદાર ખરેખર એવોર્ડ વિનર ગણી શકાય એવું સશક્ત છે. અનદેખી હર્ષ છાયા માટે પણ જોવું રહ્યું.
જલસા : હિરોઈન બેઈઝડ થ્રિલર
સશક્ત વાર્તા અને મજબુત અભિનેત્રી હોય તો હિરોની જરૂર ન પડે કે દર્શકોને હિરોની ઉણપ ન વર્તાઈ, એ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થયેલી જલસા ફિલ્મથી સાબિત થઈ ગયું છે. વિદ્યા બાલન અને શેફાલી છાયા – શાહ જેવી ધૂરંધર અભિનેત્રી અભિનીત જલસા ની વાર્તા આમ પણ જકડી રાખે તેવી છે, જેમાં સચ્ચાઈની તો દર્શકોને શરૂઆત ખબર જ હોય છે પરંતુ વાર્તાના પાત્રો વચ્ચે એ રહસ્ય કઈ રીતે ખુલે છે અને પછી તેનો અંજામ કેવો આવે છે, તેનું કુતૂહલ સતત ઝળુંબતું રહે છે. મોડી રાતે ડ્રિન્ક લઈને સેલ્ફ ડ્રાઈવ કરીને ઘેર જતી ટીવી ન્યુઝ એન્કર માયા મેનન (વિદ્યા બાલન) રસ્તામાં કોઈ વ્યક્તિને કારની હડફેટે લઈ લે છે. માયાના એબનોર્મલ ચાઈલ્ડ તેમજ માતાની સારસંભાળ માટે રુક્સાના (શેફાલી છાયા-શાહ) રસોઈ અને કેરટેકર તરીકે કામ કરે છે. માયા મેનનને ખબર નથી કે તેણે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં હડફેટે લીધી છે, એ વ્યક્તિ કોણ છે અને રુક્સાનાને પણ ખબર નથી કે મોડે સુધી (ખાનગી રીતે) બહાર નીકળનારી તેની દીકરી આલિયા અત્યારે ક્યાં છે….
નેચરલી, આપણને ખબર છે કે માયાએ પોતાના બાળકની સંભાળ લેનારી રુક્સાનાની દીકરીને જ કારની હડફેટે લઈને રેઢી મૂકી દીધી હતી અને…
તુમ્હારી સલ્લુ, ડેઢ ફુટીયા અને માય ડેડી સ્ટ્રોંગેસ્ટ જેવી ઠીક-ઠીક ફિલ્મ બનાવનારાં સુરેશ ત્રિવેણીએ જલસા માં એ સાબિત ર્ક્યું છે કે તેમનામાં પણ કૌવત છે. વિદ્યા બાલન અને શેફાલી શાહ-છાયા ઉપરાંતની સ્ટારકાસ્ટ પણ ફિલ્મ માટે પરફેકટ છે. કેટલાંક લોકોને જલસા ટાઈટલ રાખવાનું કારણ સમજાયું નથી પણ ફિલ્મમાં એક અગત્યના પોઈન્ટ પર બેનર (જલસા ડેડી, જલસા) પર તે આવી જ જાય છે. આ બેનર અને બર્થ ડેનો રોડસાઈડ જલસો ફિલ્મમાં અગત્યના મોડ પર સૂચક રીતે દર્શાવ્યા છે. જો કે વિદ્યા બાલનના મતે, મુસીબત, પીડા કે અપરાધબોધમાંથી મુક્ત થવાણી ક્ષ્ાણે જ જલસાનો આરંભ થઈ જતો હોય છે… ફિલ્મ જોશો તો આ વાત પણ તર્ક યોગ્ય લાગશે.