ભુપત ભાયાણીએ ‘ખાસ-ખબર’ સાથે રાજીમાના મુદ્દે ચર્ચા કરી
મારા પર ધારાસભ્ય સમયમાં એક કેસ નથી થયો – ભાયાણી
- Advertisement -
પ્રદેશ ભાજપ નેતાઓની ઉપસ્થિતિમાં આગામી દિવસોમાં ખેસ ધારણ કરશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકના ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામુ આપતા ખાસ-ખબર સાથે રાજીનામાં મુદ્દે ચર્ચા કરી હતી જેમાં ભાયાણીએ જણાવ્યું હતું કે, હું ભાજપનો સમર્થક હતો અને મેં મારા વ્યક્તિગત કારણોસર આપમાં જોડાયો હતો. આપ છોડવાના કારણોમાં જણાવ્યું કે ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના નેતાઓ વચન આપીને ગયા અને જનતાને ગુમરાહ કરતા ગયા ત્યાર બાદ એક પણ નેતા ડોકાયા નથી જેના લીધે મારે પાંચ વર્ષે લોકોને જવાબ આપવો પડે તેમજ ગુજરાતમાં ત્રીજો પક્ષ કોઈ દિવસ ચાલતો નથી ત્યારે મારે ભાજપમાં જવા માટે નરેન્દ્રભાઈના નેતૃત્વ દેશની પ્રગતિ થઇ છે એટલે બેસ્ટ વિકલ્પ ભાજપ છે.
ભુપત ભાયાણીએ ખુલ્લા મને વાત કરતા જણાવ્યું કે, આગામી 10 થી 15 દિવસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અથવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભેસાણ અથવા વિસાવદરમાં એક કાર્યક્રમ યોજાશે તેમાં ભાજપનો ખેસ ધારણ કરીશ આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર યોગ્ય દિશામાં કામ કરીને રાજ્યનો વિકાસ કરી રહી છે ત્યારે હું રાષ્ટ્રવાદી માણસ છું એટલે મારા માટે ભાજપ બેસ્ટ વિકલ્પ છે.
વધુમાં જણાવ્યું કે, હું વિઠ્ઠલભાઈ રાદડિયા જેવો હિમંત વાળો વ્યક્તિ છું એટલે આવો નિર્ણય કરી શકું એટલે હું ભાજપમાં ફરી જોડાય રહ્યો છું પાંચ વર્ષ આપના ધારાસભ્ય તરીકે હોત તો હું મારા વિસ્તારના ખેડૂત ભાઈઓના સિંચાઈ કામો તેમજ રોડ રસ્તા તેમજ પ્રાથમિક સુવિધા બાબતે કામ બરાબર થઇ ન શકે જયારે સત્તા પક્ષ સાથે રહીને હું લોકોના કામ ઝડપથી કરી શકીશ જયારે વિસાવદર બેઠક પર ટિકિટ મળશે કે નહિ તેના જવાબ અપાતા જણાવ્યું કે, ભાજપ મોવડી મંડળ જે નિર્ણય લેશે તે મારા માટે શિરોમાન્ય રહશે.
મારા પર એક કેસ નથી, ચૂંટણી સોગંદનામાં પણ લખ્યું છે – ભાયાણી
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકના આપ ધારાસભ્ય ભુપત ભાયાણીએ જણાવ્યું હતું કે સુરતની ઘટના ઉપજાવી કાઢેલ હતી અને મને બદનામ કરવાનું ષડયંત્ર હતું જયારે કોરાના કાળ સમયે સુરતથી વ્યક્તિને લઈને આવવાનો કેસ હતો તેતો કેદીવસનો પતિ ગયો છે બીજીએ જણાવ્યું કે હું 2022માં ધારાસભ્યની ચૂંટણી લડ્યો ત્યારે પણ મેં ચૂંટણી ફોર્મમાં લખ્યું છે કે મારા પર એક કેસ નથી એતો જગ જાહેર છે એટલે કોઈ દબાણ સાથે હું ભાજપમાં જોડાયો નથી રાષ્ટ્રવાદી વ્યક્તિ છું એટલે ભાજપ સાથે જોડાઈ રહ્યો છું.