આલાપ ગ્રીન સિટી સોસાયટીના રહીશો માટે ગૌરવની પળ
આલાપ સોસાયટીના રહીશોને શ્રેષ્ઠ નાગરિક તરીકેનું સન્માન આપવાની સંપત્તિ ટાઈમ્સની આ પહેલમાંથી અન્ય સોસાયટીઓએ પ્રેરણા લેવી જોઈએ : ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આલાપ ગ્રીન સિટી સોસાયટીમાં આયોજિત સંપત્તિ ટાઈમ્સ વાર્ષિક એવોર્ડ 2024એ સમાજસેવાના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓનું સન્માન કર્યું હતું. નીધી સીડ્સના સૌજન્યથી યોજાયેલા આ કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ઓર્ગેનિક ફૂડ ક્ષેત્રે જાણીતું નિધિ ઓર્ગેનીકએ નિધિ સીડ્સનું નવું સોપાન છે. જે નિધિ સીડ્સ મેટોડા ૠઈંઉઈ, રાજકોટના સંચાલકો નરેન્દ્રભાઈ માથોલીયા અને અમૃતભાઈ માથોલીયાના સૌજન્ય થકી રાજકોટની અન્ય સોસાયટીઓ માટે પ્રેરણારૂપ પહેલના ભાગરૂપે સંપત્તિ ટાઈમ્સ દ્વારા આલાપ ગ્રીન સિટી સોસાયટી ખાતે વાર્ષિક એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, શ્રેષ્ઠ ગાર્ડનિંગ, લાઇફટાઇમ એચિવમેન્ટ અને કમ્યુનિટી સર્વિસ એન્ડ કોન્ટ્રિબ્યુશન જેવી વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.
- Advertisement -
આલાપ ગ્રીન સિટી ગાર્ડન ખાતે તા. 10 ઓગસ્ટને શનિવારે રાત્રે 9.30 કલાકે એક ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય દર્શિતાબેન શાહ, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, કોર્પોરેટર ડો. અલ્પેશ મોરઝરીયા, રાજેશભાઇ દત્તાણી તથા શ્રદ્ધાબેન દત્તાણી (સંપત્તિ ટાઇમ્સ), રોહિતભાઈ મોલીયા (જઇઈં મેનેજર), અજયભાઈ પટેલ, નરેન્દ્રભાઈ માથોલીયા અને અમૃતભાઈ માથોલીયા તેમજ અજીતકુમાર કુરીયા, બિપીનભાઇ શાહ, નવિનભાઇ શેઠ, નિલેષભાઇ સુરાણી(રેર પ્રેસિડેન્ટ), રણજીતસિંહ પરમાર(શ્રીકર ક્ધસ્ટ્રકશન), મિતરાજસિંહ નકુમ (લોન એન્ડ સબસિડી ક્ધસલટન્ટ) તેમજ બહોળી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓએ ઉપસ્થિત રહી ઉત્સાહ વધાર્યો હતો.
આ એવોર્ડ અંતર્ગત સુદામા નર્સરીના સંચાલક નાયડુભાઈ, શશશમ નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર (નેશનલ ઇન્ટીરીયર ડિઝાઇનર એસોસિએશન) હરેશભાઈ પરસાણા તેમજ જાણીતા બિલ્ડર રાજેશભાઈ પરસાણાની પેનલ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોનું મૂલ્યાંકન કરી વિજેતાઓની પસંદગી કરાઈ હતી. કાર્યક્રમમાં ઉત્સાહભેર એંકરીંગ કરીને જયશ્રીબેન વેકરીયા તેમજ દૃષ્ટિબેન મોણપરાએ સોનામાં સુગંધ ભળે તેવો માહોલ સર્જી દીધો હતો.
આલાપ ગ્રીન સિટીમાં આયોજિત સંપત્તિ ટાઈમ્સના એવોર્ડ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે સોસાયટીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, “આલાપ ગ્રીન સિટીમાં 18 વર્ષથી ગોકુળ જેવું વાતાવરણ છે. અહીં સંપ અને ભાઈચારો એક સાથે જોવા મળે છે. આ સોસાયટી રાજકોટની નંબર વન સોસાયટી છે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક એટલે કે વિવિધતામાં એકતાના દર્શન અહીં થાય છે. આલાપ ગ્રીન સિટીનું આંગણું તો ગ્રીન છે જ, પણ સાથોસાથ અહીંયા રહેવાસીઓના દિલ અને મન પણ ગ્રીન (હર્યાભર્યા) છે. દર્શિતાબેને સોસાયટીમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવવા બદલ પણ સોસાયટીના સભ્યોની પ્રશંસા કરી હતી.
આ એવોર્ડનું આયોજન સોસાયટીમાં સમાજસેવાના કાર્યો કરનારા લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમના કાર્યની પ્રશંસા કરવા માટે કરવામાં આવ્યું હતું. સંપત્તિ ટાઈમ્સ વાર્ષિક એવોર્ડ 2024એ આલાપ ગ્રીન સિટી સોસાયટીને એક નવી ઓળખ આપી છે. આ પહેલને પગલે સોસાયટીમાં સમાજસેવાના કાર્યો કરનારા લોકોને સન્માનિત કરવાનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આ એવોર્ડ દ્વારા સોસાયટીમાં સમાજસેવાની ભાવના વધારવામાં મદદ મળશે. આ સમાજ સેવાના એવોર્ડની પસંદગી સોસાયટીના પ્રમુખ તેમજ કમિટીએ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ દિપકભાઇ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઇ રાઠોડ, મંત્રી મનિષભાઇ જી. પટેલ, સહમંત્રી કિરીટભાઇ પટેલ, ખજાનચી રાજેન્દ્રકુમાર દવે, કારોબારી સભ્યો નિલેશભાઇ ડી. સોમૈયા, ગીરીશભાઇ ભેસદડીયા, પરેશભાઇ ત્રિવેદી, અનિલભાઇ જૈન, દેવાંગભાઇ બુદ્ધદેવ, પંકજભાઇ આર. પોપટ, જગદીશભાઇ એમ. પરમારએ જહેમત ઉઠાવી હતી.