ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ધોરણ 6માં અભ્યાસ કરતા ખુશ હિરેનભાઈ રૂપારેલિયા જે ફક્ત 11 વર્ષની ઉંમરે ખેલ મહાકુંભ અંતર્ગત ટેબલ ટેનિસની જિલ્લા કક્ષાની અંડર 11માં પ્રથમ નંબરે આવેલ છે. હવે આવનારા નજીકનાં દિવસોમા રાજ્ય કક્ષા એ ટેબલ ટેનિસ રમવા જશે આ સિદ્ધિ બદલ ખુશએ સ્કૂલનું નામતો રોશન કર્યું જ છે સાથે સાથે લોહાણા સમાજનું પણ ગર્વ વધાર્યું છે.
જયારે ખુશ રૂપારેલિયાએ ચાર વર્ષની ઉંમરે મહાબળેશ્વર ખાતે નેશનલ કરાટેની સ્પર્ધામાં પ્રથમ નંબરે હતો તેમજ 5 વર્ષ ની ઉંમરે વિશાખા પટ્ટનમ ખાતે નેશનલ કરાટેની સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમાંકે આવેલ હતો આવનારા દિવસોમાં ભણવાની સાથે સાથે રમત ગમતના વિષયોમાં ટેબલ ટેનિસની અંદર સમગ્ર ભારત ભરમાં નામ રોશન કરે તેવા પ્રયત્ન સાથે ખુશ આગળ વધે તેવી પરિવાર અને સ્નેહીજનો દ્વારા શુભકામના પાઠવી હતી.