‘આ વાડી અમારી છે, જેટલી વખત કેમેરા નાખશો એટલી વખત તોડી નાખીશું’ કહી મોબાઈલ-બાઈક પડાવી લીધા
બીજી વાર આવ્યો છે તો તને જીવતો નહીં છોડીએ કહી મારી નાખવાની ધમકી
- Advertisement -
જશવંતપુરના મેહુલ અરજણ માટીયા, પાળના મેહુલ ડાયા માટીયા સહિત 4 સામે લોધીકા પોલીસમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળ ગામે રહેતા અને છેલ્લા બે વર્ષથી અમિશભાઈ કિશોરભાઈ રામાણીની પાળ ખાતેની વાડીમાં છેલ્લા બે વર્ષથી દેખભાળનું કામ કરી ગુજરાન ચલાવતા નિલેશભાઈ દિલીપભાઈ ચાંડપા ઉ.28એ પાળ ગામના મેહુલ ડાયાભાઇ માટીયા, જસવંતપુરના મેહુલ અરજણભાઇ માટીયા અને બે અજાણ્યા શખ્સો સામે કારથી આંતરી બાઈક અને મોબાઈલ પડાવી લઇ, પટ્ટાથી મારકૂટ કરી આ વાડી અમારી છે, વાડીમાં જેટલી વાર કેમેરા લગાડશો તેટલી વાર અમે તોડી નાખીશું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી, હુમલો કર્યાની લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 10ના રોજ મારા શેઠ અમિશભાઈ કિશોરભાઈ રામાણીની વાડીમાં રાત્રીના કોઈએ કેમેરા તોડી નાખેલ હોય તેવું જાણવા મળતા હુ સવારે આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે મારી મોટર સાયકલ પર વાડીએ જતો હતો તે દરમ્યાન અમારા ગામના મેહુલભાઈ ડાયાભાઈ માટીયા તેમજ બીજા ત્રણેક જેટલા ઈસમો રોડ પર તેની સફેદ કલરની ફોરચ્યુનર કાર તેમજ કાળા કલરની કિયા કાર લઇને ઉભા હતા જેઓએ મને ગેરકાયદે રીતે રોકીને જેમફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને મેહુલભાઈ ડાયાભાઈ માટીયા મને કહેવા લાગેલ કે તારે આ વાડીએ જવાનુ નથી તેમ કહી મારી મોટર સાયકલ તેમજ મોબાઈલ લઈ લીધેલા અને તેમાના બે જણાએ મને પકડી રાખી આ મેહુલે તેના હાથમાં રહેલ પટ્ટા વડે તેમજ તેની સાથે રહેલ અન્ય ઈસમેં તેના હાથમાં રહેલ લાકડી વડે મારા શરીરના બરડાના ભાગે તેમજ અન્ય ભાગો પર મુંઢ માર મારેલ અને મને તારે વાડીએ જવાનું નથી તેમ કહી મને રોડ પર ગેરકાયદે રીતે બેસાડી રાખેલ ત્યાર બાદ આશરે અડધા કલાક બાદ તેઓ મારો મોબાઈલ તેમજ ચાવી જમીન પર ફેંકીને જતા રહેલ અને તેમાના એક ઈસમ મને કહેવા લાગેલ કે મારુ નામ મેહુલભાઈ અરજણભાઈ માટીયા છે અને હું જશવંતપુરનો રહેવાશી છુ અને આ વાડી અમારી છે જો આ વાડી બાજુ બીજી વાર આવ્યો છે તો તને જીવતો નહીં છોડીએ તેમજ વાડીમાં જેટલી વાર કેમેરા લગાવશો તેટલી વાર તોડી નાખીશુ તેમ કહેતા ત્યાંથી જતા રહેલ હતા.
બાદ મારા શેઠને ત્યા કામ કરતા ધવલભાઈ મકવાણાને તથા મારા ભાઈ વિક્રમભાઈ ચાંડપાને ફોન કરી બોલાવી બનાવ અંગે વાત કરી હતી બાદ હુ મારા ઘરે જતા રહેલ અને સાંજના આશરે છ-એક વાગ્યાના સુમારે મને શરીરે દુખાવો થતો હોય હુ સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે સારવાર કરાવવા માટે ગયેલ અને સારવારમાંથી રજા આપતા હુ તથા મારાભાઇ વિક્રમભાઇ ચાંડપા તથા ધવલભાઇ મકવાણા તથા મારા શેઠ અમીષભાઇ રામાણી એમ બધા સાથે રુબરુમા ફરીયાદ કરવા માટે આવેલ છુ.
મારા શેઠ અમિશભાઈ કિશોરભાઈ રામાણીની વાડીના કેમેરા કોઈએ તોડી નાખેલ હોય તે જોવા માટે વાડીએ જતા હતા તે દરમ્યાના મેહુલભાઈ ડાયાભાઈ માટીયા તથા મેહુલભાઈ અરજણભાઈ માટીયા તથા અન્ય બે ઈસમોએ રસ્તા પર ગેરકાયદેસર રોકી ગાળાગાળી કરી જાહેરમાં અપશબ્દો બોલી પટ્ટા તેમજ લાકડી વડે શરીરે મુંઢ માર મારી મને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમ.બી.કટેશીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



